બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / why is pm dip in the sea important in terms of yadav voters troubles for congress and aap will increase

VTV વિશેષ / દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવીને PM મોદીએ કાઢી લીધું આ કામ, AAP-કોંગ્રેસ ઊંઘતાં ઝડપાયા

Hiralal

Last Updated: 06:48 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવીને પીએમ મોદીએ યાદવ વોટબેન્કને સાધવાનું કામ કર્યું છે કારણ કે યાદવો પોતાને ભગવાન કૃષ્ણના વંશજો માને છે.

લોકસભા ચૂંટણી પહેલા દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવવા પાછળ પીએમ મોદીનું મોટું રાજકીય ગણિત છે. સાવ એવું પણ નથી કે પીએમ મોદી ભગવાન દ્વારકાધીશ પર કોઈ આસ્થા નથી ધરાવતા. આસ્થા તો ભારોભાર છે જ પરંતુ તેની સાથે એક કાંકરે બે પક્ષી મારવાનું પણ કામ કર્યું છે. પીએમ મોદીએ રવિવારે દ્વારકામાં ભગવાન દ્વારકાધિશની ડૂબેલી સોનાની નગરીના દર્શન કરવા દરિયામાં ઉંડે ઉતર્યાં હતા અને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યાં હતા. 

યાદવો પોતાની જાતને ગણે છે ભગવાન કૃષ્ણના વંશજો 
લોકસભાની ચૂંટણી માટે પીએમની ગુજરાત મુલાકાત અનેક રીતે મહત્વની માનવામાં આવે છે. આ મુલાકાત યાદવો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે જેઓ પોતાને ભગવાન કૃષ્ણના વંશજ કહે છે.

જામનગરની સાત બેઠકો પર યાદવોનું પ્રભુત્વ 
ભાજપની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર પણ યાદવ વોટબેંક પર છે. ગુજરાતની સાત વિધાનસભા બેઠકો પૈકી કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, ખંબલિયા, દ્વારકા અને જામજોધપુર એમ બે વિધાનસભા બેઠકો યાદવ જ્ઞાતિની છે. ભાજપના મૂળુ બેરા ખંભાળિયાના ધારાસભ્ય છે તો આમ આદમી પાર્ટી (આપ)ના હેમંત ખવા જામજોધપુરના ધારાસભ્ય છે. લોકસભાની ચૂંટણીના સમીકરણોની વાત કરીએ તો જામનગર લોકસભા બેઠક પાટીદારોના પ્રભાવમાં હોવા છતાં કોંગ્રેસ અને ભાજપ બંને અહીંથી આહીરોને મેદાનમાં ઉતારી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોઈ પણ પક્ષ આ વિસ્તારના નિર્ણાયક મતદારોને અવગણવાનું પસંદ કરશે નહીં. આ ક્રમમાં પીએમ મોદીની આ મુલાકાત આગામી લોકસભા સીટો પર ઓબીસી મતદાતાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બની જાય છે.

શું બોલ્યાં ભાજપના વરિષ્ઠ નેતા 
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટી જામનગર બેઠકને ઓબીસી પ્રભુત્વ ધરાવતી માને છે. અંજાર, ખંભાળિયા, દ્વારકા, માણાવદર, તલાળા, રાજુલા અને મહુવા જેવી વિધાનસભા બેઠકોમાં આહિર મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આથી ભાજપ જામનગરને ઓબીસીની બેઠક માને છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતી લોકસભાની સાત બેઠકો પૈકીની એક એવી જામનગરથી આહીર ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની યાત્રાની સાથે પાર્ટીની પહોંચ યાદવ સમુદાય સાથે ચોક્કસપણે જોડાણ બનાવશે.

અયોધ્યામાં કર્યાં આહિર મહિલાઓના વખાણ 
લોકસભા ચૂંટણીનું બ્યુગલ વગાડનાર પીએમ મોદીએ અયોધ્યાથી પોતાના સંબોધન પહેલા ભગવાન કૃષ્ણનું આહવાન કર્યું હતું અને આહીર સમાજની મહિલાઓના વખાણ કર્યા હતા. પોતાના ભાષણમાં પીએમ મોદીએ 37,000 આહીર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા 'મહા રાસ'નો ઉલ્લેખ કરવા ઉપરાંત આહિરાની (આહિર મહિલાઓ)ની પ્રશંસા કરી હતી. પોતાના રોડ શો દરમિયાન પીએમ મોદીએ જામનગર લોકસભા બેઠક પર નિર્ણાયક સાબિત થનાર આહિર જ્ઞાતિના લોકોનો પણ આભાર માન્યો હતો. એક સમયે આ બેઠક કોંગ્રેસના વિક્રમ માડમ પાસે હતી, પરંતુ 2014માં તેમની ભત્રીજી ભાજપની પૂનમ માડમે આ બેઠક આંચકી લીધી હતી અને 2019માં તેને જાળવી રાખી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ