બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / who top scientist reacts on corona vaccine booster dose for childrens

કોરોના વાયરસ / બાળકોને રસીના બૂસ્ટર ડોઝની જરુર પડશે? જાણો WHOના ચીફ વૈજ્ઞાનિકે શું કહ્યું...

Dharmishtha

Last Updated: 08:22 AM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOના ડો. સોમ્યા વિશ્વનાથે કહ્યું કે એ વાતના કોઈ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને રસીના બૂસ્ટર ડોઝ આપવાની જરુર પડશે.

  • એ વાતના કોઈ પ્રમાણ નથી કે બાળકોને બૂસ્ટર ડોઝ આપવાની જરુર પડશે-  ડો. સોમ્યા
  • અનેક દેશોએ બાળકોને બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત કરી દીધી
  • સરકારોએ રસીના બૂસ્ટર ડોઝ પર ફરી વિચાર કરવો જોઈએ- ડો. સોમ્યા

એ વાતના કોઈ પ્રમાણ નથી કે બાળકોને બૂસ્ટર ડોઝ આપવાની જરુર પડશે-  ડો. સોમ્યા

દુનિયાના અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝ પર તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટોપ સાયન્ટિસ્ટ ડો. સોમ્યા વિશ્વનાથે કહ્યું કે એ વાતના કોઈ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને રસીના બૂસ્ટર ડોઝ આપવાની જરુર પડશે. ઓમિક્રોન વેરિએન્ટને લઈને તેમણે કહ્યું કે જરુરી નથી કે દરેક વેરિએન્ટને ધ્યાનમાં રાખતા રસીકરણમાં ફેરફાર કરવામાં આવે.

આ દેશોએ બાળકોને બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત કરી દીધી

બુધવારે પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ડો. સોમ્યા વિશ્વનાથે કહ્યું કે હાલમાં એ વાતના કોઈ પુરાવા નથી કે સ્વસ્થ્ય બાળકો અને કિશોરોને કારોના રસીના બૂસ્ટર ડોઝની જરુર રહેશે. હકિકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય ડોક્ટરનું આ નિવેદન તે સમયે આવ્યું જ્યારે અમેરિકા, જર્મની અને ઈઝરાઈલ જેવા દેશોમાં બાળકોને બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત કરી દીધી.

ભારતમાં બાળકોને કોરોના રસી આપવાની શરુઆત થઈ

જ્યારે ભારતમાં આ મહિનાની શરુઆતમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાની શરુઆત થઈ છે. ત્યારે અમેરિકામાં ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર અને બાયોએનટેકની રસી કોરોનાના બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

સરકારોએ રસીના બૂસ્ટર ડોઝ પર ફરી વિચાર કરવો જોઈએ

અમેરિકા જેવા વિકસિત દેશોમાં બાળકોને રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ વાતથી સહમત નથી કે વસ્તીના નબળા સમૂહો સાથે જોડાયેલા લોકોને બૂસ્ટર ડોઝની જરુર નથી. ડો. સોમ્યા વિશ્વનાથે કહ્યું કે આ અઠવાડિયાના અંતમાં જાણીતા શિક્ષાવિદોના એક ગ્રુપે આ વિષય પર ચર્ચા કરશે કે સરકારોએ રસીના બૂસ્ટર ડોઝ પર ફરી વિચાર કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Booster Dose Who vaccine કોરોના વાયરસ બાળકો રસી vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ