બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Who threw stones in the calm waters of Junagadh? Despite the Supreme Court's clear order on the issue of pressure on religious places, why the uproar?

મહામંથન / જૂનાગઢના શાંત જળમાં પથ્થર કોણે ફેંક્યા? ધાર્મિક સ્થળના દબાણ મુદ્દે સુપ્રીમકોર્ટનો સ્પષ્ટ આદેશ છતા બબાલ કેમ?

Vishal Khamar

Last Updated: 09:30 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં થોડા દિવસ અગાઉ શાંતિને ડહોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે. તેનાં ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. ત્યારે આ પથ્થરમારામાં કેટલાક સગીર બાળકો પણ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં જેમ વડોદરા સંસ્કારી નગરી છે, રાજકોટ રંગીલુ શહેર છે, અમદાવાદનું પાણી આઝાદીને તાણી લાવ્યું છે એવી જ રીતે તમામથી ઉપર જૂનાગઢની પવિત્રતા અને મહત્તા છે. ગિરિવર ગિરનારની ગોદમાં જે નગરી વસેલી છે તેની શાંતિ, ભાઈચારો અને હંમેશા ખીલેલી પ્રકૃતિના લોકો ઉદાહરણો આપતા આવ્યા છે. દેશ અને રાજ્યમાં કંઈ કેટલાય તોફાન, રમખાણ થયા હશે પરંતુ આજદિન સુધી જૂનાગઢની શાંતિને ઉની આંચ નથી આવી.

પથ્થરમારો થતા પોલીસ તેમજ સરકારી વાહનોને નુકશાન થયું

પરંતુ 16 જૂનની રાત્રીએ જૂનાગઢની શાંત પાણીમાં પથ્થર ઉપર પથ્થર ફેંકાયા. શહેરના મજેવડી દરવાજા વિસ્તાર પાસે આવેલી દરગાહને એક નોટિસ શું મળી કે મામલો જાણે કે હાથમાંથી સરકી ગયો. ઉગ્ર પથ્થરમારો થયો, પોલીસકર્મીઓ, અન્ય સરકારી કર્મીઓ ઘાયલ થયા. પરિસ્થિતિ થાળે પાડતા પોલીસને પણ મુશ્કેલી પડી. મામલાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા જયારે નેશનલ ચાઈલ્ડ પ્રોટેકશન કમિશને જૂનાગઢ એસપીને પત્ર લખ્યો. નવાઈ અને દુખની વાત એ હતી કે આ પથ્થરમારામાં સગીર બાળકો પણ સામેલ હોવાની વાત સામે આવી. હાલ તો મામલતદારે આરોપીઓને જામીન પર છોડ્યા છે પરંતુ પરાપર્વથી ચાલી આવતી જૂનાગઢની શાંતિ આખરે કોણે ડહોળી, સવાલો ગંભીર છે. 

  • જૂનાગઢના મજેવડી દરવાજા પાસે બનાવાયેલી દરગાહને નોટિસ મળી
  • દરગાહ દબાણ કરીને બનાવવામાં આવી હતી
  • મહાપાલિકાએ નોટિસ આપી અને પાંચ દિવસમાં પુરાવા રજૂ કરવા કહ્યું

જૂનાગઢના મજેવડી દરવાજા પાસે બનાવાયેલી દરગાહને નોટીસ મળી છે. ત્યારે દરગાહ દબાણ કરીને બનાવવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાએ નોટીસ આપી અને પાંચ દિવસમાં પુરાવા રજૂ કરવા કહ્યું છે. નોટીસ મળતાની સાથે જ આસપાસનાં વિસ્તારનો મુસ્લિમ સમુદાય ઉશ્કેરાયો હતો. ત્યારે પોલીસે પરિસ્થિતિ જોતા બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. PGVCL  ની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું. 

  • નોટિસ મળતાની સાથે જ આસપાસના વિસ્તારનો મુસ્લિમ સમુદાય ઉશ્કેરાયો હતો
  • પોલીસે પણ પરિસ્થિતિ જોતા બંદોબસ્ત ગોઠવ્યો હતો
  • મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી.બસ, અન્ય વાહનોમાં તોડફોડ કરી
  • ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP, અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી

TP ઓફિસરે ખુલાસો કરતા કહ્યું કે ડિમોલિશનની કોઈ જ વાત ન હતી
પાલિકાના ટીપી ઓફિસરે કહ્યું કે માત્ર નોટીસ આપી હતી. જૂનાગઢમાં કુલ 8 જગ્યા માટે નોટીસ મળી હતી. જે બાબતે ટીપી ઓફિસરે ખુલાસો કરતા કહ્યું કે ડિમોલિશનની કોઈ જ વાત ન હતી. માત્ર નોટીસ આપ્યા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જે હુમલા બાદ સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. તેમજ પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ 180 થી વધુ લોકો સામે હત્યા સહિતની કલમ લગાવવામાં આવી હતી. આ બાબતે નેશનલ ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશને પણ જૂનાગઢ SP  ને પત્ર લખ્યો હતો. તેમજ હિંસામાં સગીર બાળકો અંગે કમિશને તપાસ કરવા કહ્યું હતું.

  • જૂનાગઢમાં કુલ 8 જગ્યા માટે નોટિસ મળી હતી
  • TP ઓફિસરે ખુલાસો કરતા કહ્યું કે ડિમોલિશનની કોઈ જ વાત નહતી
  • માત્ર નોટિસ આપ્યા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો

વિરોધ કરનારાને આ નહીં ખબર હોય

જૂનાગઢમાં કયા ધર્મસ્થાનોને નોટિસ મળી?
હનુમાનજી મંદિર
શાંતેશ્વર રોડ, જોષીપુરા
 
જુડવા હનુમાનજી મંદિર
વાંઝાવાડ
 
જલારામ મંદિર
નીલગગન અપાર્ટમેન્ટની સામે
 
હઝરત રોશનશાહપીર બાવાની દરગાહ
 
હઝરત ગેબનશાહપીર
દાણાપીઠ ચોક
 
હઝરત ખીઝનીશાહપીર દરગાહ
મજેવડી ગેઈટ
 
દાતારપીરની દરગાહ
સાબલપુર બસ સ્ટેન્ડની સામે
  • 2009માં સુપ્રીમકોર્ટે જાહેર સ્થળોએ થયેલા દબાણ અંગે સ્પષ્ટ આદેશ આપ્યો
  • સુપ્રીમકોર્ટે કહ્યું કે વિકાસના કાર્યમાં કોઈ દબાણ વચ્ચે આવે તો તેને હટાવી દેવું
  • સુપ્રીમકોર્ટે એ પણ કહ્યું કે દબાણ કોઈ ધાર્મિક સ્થળનું હોય તો તેને પણ દૂર કરવું
  • સુપ્રીમકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે જાહેર સ્થળે ધાર્મિક સ્થળનું બાંધકામ ગેરકાયદે છે 

સુપ્રીમકોર્ટનો આદેશ શું હતો?
2009 માં સુપ્રિમ કોર્ટે જાહેર સ્થળોએ થયેલા દબાણ અંગે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે વિકાસનાં કાર્યમાં કોઈ દબાણ વચ્ચે આવે તો તેને હટાવી દેવું. વધુમાં સુપ્રિમ કોર્ટેએ પણ કહ્યું કે દબાણ કોઈ ધાર્મિક સ્થળનું હોય તો તેને પણ દૂર કરવું. સુપ્રિમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે જાહેર સ્થળે ધાર્મિક સ્થળનું બાંધકામ ગેરકાયદેસર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ