બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / who is sheezan mohammed khan tunisha sharma mother blame to him for suicide

હત્યા કે આત્મહત્યા? / કોણ છે આ શીજાન ખાન? જેની 20 વર્ષની અભિનેત્રીના શંકાસ્પદ મોત બાદ થઈ ધરપકડ

MayurN

Last Updated: 09:53 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 20 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીની માતાએ અભિનેતા શીજાન મોહમ્મદ ખાન પર મોટો આરોપ લગાવ્યો છે.

  • ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • આત્મહત્યા પાછળ માતાએ તેના મિત્ર પર આરોપ લાગવ્યો
  • તુનીષા અને શીજાન ખાન શો અલીબાબામાં સાથે કામ કરતા

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 20 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રી વિશેના આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. દરેકના મનમાં એક જ સવાલ આવી રહ્યો છે કે તુનિષાએ આવું કેમ કર્યું? અને હવે તુનિષા શર્મા કેસમાં એક નવો ખુલાસો થયો છે. અભિનેત્રીની માતાએ અભિનેતા શીજાન મોહમ્મદ ખાન પર મોટો આરોપ લગાવ્યો છે. 

તુનીષાની માતાને શીજાન પર આરોપ લગાવ્યો
તુનીષા શર્મા અને શીજાન એમ ખાન શો અલીબાબામાં સાથે કામ કરી રહ્યા હતા. સોની ટીવી પર આવનારા અલીબાબા શોમાં પણ બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. તે જ સમયે, અભિનેત્રીની માતાએ તુનિષાની આત્મહત્યા માટે શીજાનને ગુનેગાર હોવાનું જણાવ્યું છે. તુનિષા શર્માની માતાનું કહેવું છે કે અભિનેત્રી શીજાનથી ઘણી નારાજ હતી. કંટાળીને તેણે આટલું મોટું પગલું ભર્યું. પોલીસના જણાવ્યા અનુસાર તુનીશાની માતાએ શીજાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તુનીષાની માતાએ શીજાન પર તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.  

કોણ છે શીજાન મોહમ્મદ ખાન?
શીજાન ખાનનો જન્મ 9 સપ્ટેમ્બર 1994ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. શીજાને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે વ્યવસાયે એક્ટર અને મોડલ છે. શીજાને નાની ઉંમરમાં જ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. શીજાન શો 'જોધા અકબર'માં અકબરના બાળપણની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો.  

 

બંન્ને સ્ટાર વચ્ચે સારો સબંધ
આ પછી તે તુનિષા શર્મા સાથે ટીવી સીરિઝ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. શીજાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તુનિષા સાથે ઘણી તસવીરો અને વીડિયો છે. આ તસવીરો અને વીડિયો દર્શાવે છે કે બંને સ્ટાર્સ સારી બોન્ડ શેર કરતા હતા. અભિનય ઉપરાંત, શીજાન તેની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. શીજાનના વર્કઆઉટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

શીજાન માટે તુનિષાની પોસ્ટ 
તુનિષાએ આંતરરાષ્ટ્રીય મેન્સ ડે પર શીજાન માટે એક પોસ્ટ લખી. તેણી લખે છે, "મને આ રીતે ઉચાઇ પર લઇ જનાર વ્યક્તિને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભેચ્છા! તમે મારા જીવનમાં સૌથી મહેનતુ, જુસ્સાદાર, ઉત્તેજક અને સૌથી સુંદર વ્યક્તિ છો! તમે જાણતા નથી કે તમે શું છો અને તે સૌથી સુંદર ભાગ છે. વ્યક્તિ તેના પરિવાર અને સમાજ માટે આપેલા યોગદાન અને બલિદાનને ઓળખવાનો અને સન્માન કરવાનો સમય છે! તમામ પુરુષોને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભકામનાઓ!

મેક-અપ રૂમમાં લટકી ગઈ
જાણકારી અનુસાર, શનિવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ કમાન સ્થિત મધર નેચર સ્ટુડિયોમાં અલીબાબાનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તુનિષા તેના કો-સ્ટાર શીજાનના મેક-અપ રૂમમાં પહોંચી હતી. તુનિષા શો માટે તૈયાર થઈ રહી હતી. ખબર નહીં તેમને શું થયું અને તેમણે આત્મહત્યા કરી લીધી. શીજાન કહે છે કે શૂટ કર્યા પછી જ્યારે તે મેક-અપ રૂમમાં ગયો તો ગેટ અંદરથી બંધ હતો. અનેકવાર ફોન કર્યા, પણ જવાબ મળ્યો નહીં. આ પછી જ્યારે મેક-અપ રૂમનો દરવાજો તૂટ્યો તો અંદર તુનિષા બેભાન પડી હતી. તુનીશાને જુચંદ્રા નાયગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ તે બચી શકી નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ