બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Who is Indra Chaudhary Gathala? Whose video is going viral after the incident in which 9 people lost their lives

સલાહ / કોણ છે ઈંદ્રા ચૌધરી ગઠાલા? જેમનો Video 9 લોકોના જીવ ગુમાવ્યાની ઘટના બાદ થઈ રહ્યો છે વાયરલ

Dinesh

Last Updated: 08:01 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંદ્રા ચૌધરી વીડિયોમાં જણાવે છે કે, જો તમને લાગતું હોય કે તમે ઝડપી કાર ચલાવતા ખૂબ જ હેન્ડસમ અથવા જોરદાર દેખાશો તો તમે હેન્ડસમ દેખાતા નથી પરંતુ તમે બેદરકાર, મૂર્ખ દેખાઓ છે

  • બેફામ ગાડી ડ્રાઈવ કરતા લોકોને સલાહ આપતો વીડિયો વાયરલ
  • 'શક્તિ બતાવવી હોય તો તમે મિલ્ખા સિંહની જેમ બતાવો'
  • વીડિયો સીકરના જિલ્લા ભાજપ પ્રમુખ ઈંદ્રા ચૌધરીનો હોવાની વિગતો

આપણે અવાર નવાર રાજકારણીના આરોપ પ્રતિઆરોપ તેમજ કટાક્ષના ઘણા બધા વાયરલ વીડિયો જોયા છે તેમજ સાંભળ્યા છે. પરંતુ સમાજહિત માટે સારો સંદેશો આપતા વીડિયો ઘણા ઓછા સામે આવાતા હોય છે. રાજસ્થાનની એક મહિલા રાજકારણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બેફામ ગાડી ડ્રાઈવ કરતા લોકોને સલાહ આપી રહ્યા છે.

'ઉછેરવામાં 25 વર્ષ અને 25 સેકન્ડમાં લાશમાં ફેરવાઈ જાય'
વાયરલ વીડિયો ઈંદ્રા ચૌધરી ગઠાલાનો છે જે સીકરના જિલ્લા ભાજપ પ્રમુખ છે. તેઓ વીડિયોમાં કહી રહ્યાં છે કે, બાળકને ઉછેરવામાં 25 વર્ષ લાગે છે પરંતુ બેદરકારી ભરી ડ્રાઇવિંગના કારણે માત્ર 25 સેકન્ડમાં તે લાશમાં ફેરવાઈ જાય છે. તેઓ જણાવી રહી છે કે, એ માતા પર શુ વીતતી હશે જે જતા પુત્રની પીઠ જુએ છે અને આવતા પુત્રનો ચહેરો જોઈ શકતી નથી.
 
'ઝડપી કાર ચલાવતા હેન્ડસમ નહી મૂર્ખ દેખાયો છો'
તેઓ કહે છે કે, જો તમારે તમારી શક્તિ બતાવવી હોય તો તમે મિલ્ખા સિંહની જેમ ઝડપી દોડો અથવા નીરજ ચોપરા, દેવેન્દ્ર ઝાઝડિયાની જેમ ફાલા ફેંકો. વધુમાં કહે છે કે, બાઇકના કાન મરોડવામાં કે હાઇ સ્પીડમાં કાર ચલાવવામાં બહાદુરી નથી અને જો તમને લાગતું હોય કે તમે ઝડપી કાર ચલાવતા ખૂબ જ હેન્ડસમ અથવા જોરદાર દેખાશો તો તમે હેન્ડસમ દેખાતા નથી પરંતુ તમે બેદરકાર, મૂર્ખ દેખાઓ છો. જે માટે ઝડપી વાહન ન ચલાવો અને તમારી જિદંગી એ તમારા માતા પિતાની છે.

કોણ છે ઇંદ્રા ચૌધરી
રાજસ્થાનના સીકર જિલ્લાના રહેવાસી છે ઇંદ્રા ચૌધરી. તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સિકર જિલ્લા ભાજપ પ્રમુખ છે. ઇંદ્રા અગાઉ કન્ઝ્યુમર કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે. તેઓ વર્તમાનમાં સામાજિક સમસ્યાઓને લઈને સક્રિય રહે છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પરના અકસ્માત બાદ તેમનો આ વીડિયો ક્લિપ્સ ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર પર જોરદાર વાયરલ થઈ રહી છે.

વીડિયો 2021નો હોવાની માહિતી
આ વીડિયો સપ્ટેમ્બર 2021નો હોવાની માહિતી છે. સીકર જિલ્લાના સાંગલિયાના વીર તેજા મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ ઇંદ્રા ચૌધરીએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, યુવાનો નશાની લતને એક પ્રકારની ફેશન સમજે છે પરંતુ યુવાનોએ દારૂ અને અન્ય નશાથી દૂર રહીને દેશ માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ