બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Politics / Who are the seven faces? Whom BJP is sending from UP quota to Rajya Sabha

રાજ્યસભા ચૂંટણી / કોણ છે એ સાત ચહેરા? જેમને BJP યુપી ક્વોટામાંથી મોકલી રહી છે રાજ્યસભા, એક તો ક્યારેક રાહુલ ગાંધીથી હતા ખાસ નજીક

Priyakant

Last Updated: 12:09 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Elections 2024 Latest News: BJPએ રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોની જાહેરાત કરી, UPના 7 ઉમેદવારોમાં ઉચ્ચ જાતિ, OBC અને મહિલા ચહેરાઓ છે પરંતુ એક પણ દલિત ચહેરો નથી

  • BJPએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોની જાહેરાત કરી 
  • ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારોમાં  ઉચ્ચ જાતિ, OBC અને મહિલા ચહેરાને મળ્યું સ્થાન 
  • ચાર OBC, 2 ઉચ્ચ જાતિના અને 1 જૈન સમુદાયના, એક પણ દલિત નહિ

Rajya Sabha Elections 2024 : રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ગઈકાલે જ એ નામો જાહેર કર્યા તેના પરથી જ તમને અંદાજો આવી ગયો હશે કે ભાજપે ગજબનું જાતિય સમીકરણ ઘડ્યું છે. વાત જાણે એમ છે કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રવિવારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાંથી 7 ઉમેદવારો UPના છે. આ ઉમેદવારોમાં ઉચ્ચ જાતિ, OBC અને મહિલા ચહેરાઓ છે પરંતુ એક પણ દલિત ચહેરો નથી. જેમાંથી ચાર OBC, 2 ઉચ્ચ જાતિના અને 1 જૈન સમુદાયના છે. ભાજપે UP માંથી રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં પછાત જાતિઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે સમગ્ર સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની જાહેરાત કરી હોય તેવું લાગી રહ્યું છે. 

File Photo

બીજી વખત રાજ્યસભામાં જશે સુધાંશુ ત્રિવેદી 
BJP પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી બીજા ક્રમે છે. સુધાંશુ ટીવી ડિબેટ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર પોતાના પક્ષના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે પ્રખ્યાત છે. સુધાંશુ ત્રિવેદી એક બ્રાહ્મણ છે અને ભાજપના એવા પ્રવક્તા છે, જે પોતાના શબ્દોથી વિરોધ પક્ષોના નેતાઓને ચૂપ કરી દે છે. આ કારણે તેઓ ઘણી વખત ચર્ચામાં રહે છે. તેઓ વિશ્લેષક, વિચારક અને રાજકીય સલાહકાર તરીકે ઓળખાય છે. ઓક્ટોબર 2019માં સુધાંશુ ત્રિવેદી ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. સુધાંશુ ત્રિવેદીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં PHDની ડિગ્રી પણ મેળવી છે. હવે ભાજપ તેમને ફરીથી રાજ્યસભામાં મોકલી રહ્યું છે.

File Photo

રાહુલ ગાંધીની બ્રિગેડમાં સામેલ હતા આરપીએન સિંહ
ભાજપે જાહેર કરેલ આ યાદીમાં એક સમયે રાહુલ ગાંધીની નજીક રહેલા આરપીએન સિંહનું નામ સૌથી પહેલા આવે છે. આરપીએન સિંહ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ભાજપ આરપીએન સિંહ કુશીનગરથી લોકસભા ચૂંટણી લડશે પરંતુ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આરપીએન સિંહ રાજવી પરિવારમાંથી આવે છે અને વિસ્તારમાં રાજા સાહેબ તરીકે ઓળખાય છે. આરપીએન સિંહ સંથરવાર કુર્મી સમુદાયમાંથી આવે છે, જેમની સંખ્યા પૂર્વાંચલમાં છે, ખાસ કરીને ગોરખપુર, મહારાજગંજ અને દેવરિયા જેવા જિલ્લાઓમાં મોટી સંખ્યામાં છે.

File Photo

મૌર્ય સમુદાયના અમરપાલને ભાજપ મોકલી રહ્યું છે રાજ્યસભામાં ? 
અમરપાલ મૌર્ય સંગઠનના નેતા છે. તેઓ RSSના ભૂતપૂર્વ પ્રચારક છે અને બીજી વખત યુપીના BJP મહાસચિવ છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અમરપાલ મૌર્યને રાજ્યસભામાં મોકલી રહ્યું છે. અમરપાલ મૌર્ય સમુદાયમાંથી આવે છે. કેશવ મૌર્ય અત્યંત ગરીબ માનવામાં આવે છે. આ પહેલા તેઓ સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણી લડ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉંચાહરથી અમરપાલ મૌર્ય સપાના મનોજ પાંડે સામે ચૂંટણી હારી ગયા હતા.

File Photo

ત્રણ વખત લોકસભાના સાંસદ રહ્યા છે ચૌધરી તેજવીર સિંહ
આ તરફ ભાજપે ચૌધરી તેજવીર સિંહને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે કે જે ત્રણ વખત ભાજપના લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તે મથુરાથી આવે છે અને જાટ સમુદાયનો અગ્રણી ચહેરો છે. આને ધ્યાનમાં રાખીને ભાજપે આ વખતે રાજ્યસભા માટે ચૌધરી તેજવીર સિંહના નામને મંજૂરી આપી દીધી છે. તેજવીર સિંહ 1996, 1998, 1999માં સતત ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે અને તેમના વિસ્તારમાં તેમની મજબૂત પકડ છે.

File Photo

આગરાના મેયર રહી ચૂક્યા છે નવીન જૈન 
આ તરફ અન્ય એક નામ છે નવીન જૈન. આ નવીન જૈન આગરાના મેયર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તે એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના માલિક હોવાનું કહેવાય છે. તે જૈન સમાજમાંથી આવે છે.

File Photo

પૂર્વ ધારાસભ્ય સાધના સિંહની પણ કરી પસંદગી 
સાધના સિંહ જે 2017માં ચંદૌલી જિલ્લાના મુગલસરાય વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય હતા તેઓ હવે રાજ્યસભામાં જશે. સાધના સિંહ ઠાકુર સમુદાયમાંથી આવે છે. સાધના સિંહે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બાબુલાલ યાદવને હરાવીને મુગલસરાય વિધાનસભા બેઠક જીતી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સાધના સિંહને ટિકિટ આપી ન હતી, પરંતુ તેમની જગ્યાએ રમેશ જયસ્વાલને મુગલસરાય વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી હતી. આ પછી પણ સાધના સિંહ પાર્ટી અને સંગઠન માટે સતત કામ કરતાં રહ્યા હતા. સાધના સિંહની ગણતરી ગતિશીલ મહિલા નેતાઓમાં થાય છે.

File Photo

વધુ વાંચો: લોકસભા ચૂંટણી ક્યારે અને કેવી રીતે યોજાઇ શકે, જાણો આવું હોઇ શકે છે શેડ્યૂલ, મતદાન કેટલાં ચરણમાં શક્ય

વિધાનસભાની ચૂંટણી હાર્યા પણ સંગીતા બળવંત રાજ્યસભામાં મોકલશે ભાજપ 
સંગીતા બળવંત ગાઝીપુર શહેરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે બિંદ મલ્લાહ સમુદાયમાંથી આવે છે. સંગીતા બલવંત યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં સહકાર રાજ્યમંત્રી હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ગાઝીપુર સદર બેઠક પરથી 1600 મતોથી હારી ગયા હતા. પરંતુ પૂર્વાંચલમાં બિંદ-નિષાદ અને મલ્લાહ ભાઈચારાને જોતા ભાજપ સંગીત બળવંતને રાજ્યસભામાં મોકલી રહ્યું છે. સંગીતા બળવંત જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંઘાની નજીક હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ