બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / ચૂંટણી 2019 / where-did-the-maharathi-of-ram-mandir-movement-go-to-the-bjp

ચૂંટણી / લોકસભા રણસંગ્રામમાં રામમંદિર આંદોલનનાં નાયક કહેવાતાં બીજેપીનાં એ મહારથીઓ ક્યાં ગયાં

vtvAdmin

Last Updated: 11:38 AM, 2 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરંતુ આ વખતે ભાજપમાંથી તેમની ટિકિટ કપાઈ ગઈ છે. તો રામમંદિર આંદોલનનાં મહારથીઓને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે ઉમા ભારતી યાદ આવ્યાં વગર રહેતાં નથી. 2014 લોકસભા ચૂંટણીમાં ઉમા ભારતી ઉત્તર પ્રદેશની ઝાંસી સીટ પરથી સાંસદ બન્યાં હતાં.

લોકસભા ચૂંટણી-2019ની જાહેરાત પહેલાં રામંદિર મુદ્દો હેડલાઈન બનતો હતો. પરંતુ પુલવામામાં થયેલાં આતંકી હુમલા બાદ સંપૂર્ણ રીતે ચૂંટણીનો મુદ્દો જ બદલાઈ ગયો. ત્યારે હવે રામમંદિરનાં મુદ્દાનાં સહારે રાજનીતિમાં પોતાની જગ્યા બનાવનારી ભારતીય જનતા પાર્ટી હવે રામમંદિર મુદ્દાને બદલે રાષ્ટ્રવાદનાં સહારે પોતાની રાજનીતિની નાવ પાર કરવા માગે છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે, આ વખતનાં લોકસભા રણસંગ્રામમાં બીજેપીનાં એ ચહેરાઓમાંથી કોઈ પણ ચૂંટણીનાં મેદાનમાં નથી ઉતરી રહ્યાં જે એક સમયે રામમંદિર આંદોલનનાં નાયક તરીકે ઓળખાતા હતાં.

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયેલો છે. રામમંદિરનાં મુદ્દાનાં બદલે આ વખતે રાષ્ટ્રવાદનાં મુદ્દાએ સ્થાન લીધું છે. પરંતુ લોકસભા-2019ની ચૂંટણીનાં કિનારે આવતા પહેલાં ભાજપે રામરથ પર સવાર થઈને અહીં સુધીની મજલ કાપી હતી તે વાત ભૂલી શકાય તેમ નથી. રામમંદિર આંદોલનનાં સહારે જ બીજેપી દેશ અને રાજ્યોની રાજનીતિમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે.

1984માં ફક્ત 2 લોકસભા સીટો જીતનારી ભાજપાએ મંદિર મુદ્દાને સહારે હિંદુ વોટબેંકને સાધવામાં સફળ રહી છે તેનાં પરિણામ સ્વરૂપે 1989માં 85 સીટો ભાજપને મળી હતી. જ્યારે 2014ની લોકસભામાં ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવવામાં સફલ રહ્યો છે. પરંતુ 2019 લોકસભા ચૂંટણીમાં રામમંદિર મુદ્દો મુખ્ય મુદ્દો નથી હવે રાષ્ટ્રવાદનો મુદ્દો છે અને થોડ ઘણે અંશે વિકાસનો મુદ્દો છે ત્યારે મંદિર આંદોલનનાં એ 10 મહારથીઓનું બદલાતી રાજનીતિમાં ક્યાં સ્થાન છે તે જોવાનું મન રોકાતું નથી.

રામમંદિર આંદોલનનાં એ રથીઓ અને મહારથિઓમાં અટલબિહારી વાજપેયીની ગણના પ્રથમ થાય છે પરંતુ તેઓનું નિધન થઈ ચૂક્યું છે. ત્યારે તેમનાં બાદ તરત લાલકૃષ્ણ અડવાણીનો ચહેરો યાદ આવ્યાં વગર ન રહે ભાજપે આ વખતે બીજેપીની સંસ્થાપક સભ્ય અને રામમંદિર આંદોલનનાં નાયક એવાં અડવાણીને ટિકિટ આપી નથી. અડવાણી એક એવું નામ છે જે ગાંધીનગર લોકસભા બેઠક પર સતત જીતતા આવ્યાં હતાં.

જેમણે ગુજરાતનાં સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા યોજી હતી. જેનાં કારણ ભાજપને ફાયદો પણ થયો હતો. હવે આ વખતે તેમનાં રથને અમિત શાહ આગળ ધપાવશે. રામંદિર આંદોલન સાથે જોડાયેલું બીજું નામ યાદ કરીએ તો મુરલી મનોહર જોશી યાદ આવ્યાં વગર ન રહે. ભાજપે આ વખતે મુરલી મનોહર જોશીની ટિકિટ કાપી નાખી છે. અયોધ્યામાં બાબરી મસ્જિદકાંડ વખતે બીજેપીની લગામ મુરલી મનોહર જોશીનાં હાથમાં હતી.

પરંતુ આ વખતે ભાજપમાંથી તેમની ટિકિટ કપાઈ ગઈ છે. તો રામમંદિર આંદોલનનાં મહારથીઓને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે ઉમા ભારતી યાદ આવ્યાં વગર રહેતાં નથી. 2014 લોકસભા  ચૂંટણીમાં ઉમા ભારતી ઉત્તર પ્રદેશની ઝાંસી સીટ પરથી સાંસદ બન્યાં હતાં. રામ મંદિરની દિગ્ગજ નેતા તરીકે રહેલાં ઉમાભારતીએ પોતે જ આ વખતની લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી  દીધો છે. રામમંદિર આંદોલન દરમિયાનનાં બીજેપીનાં મુખ્ય ચહેરાઓમાં વિનય કટીયારનું નામ પણ યાદ આવે છે. આ વખતે ભાજપે તેમને ચૂંટણીનાં રણસંગ્રામમાં ઉતાર્યા નથી. આ એ વિનય કટાયર છે જે ફૈજાબાદ લોકસભા સીટ પરથી છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે પરંતુ ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપી નાખી છે.

તો આ તરફ કલરાજ મિશ્ર પણ રામમંદિર આંદોલનનાં મુખ્ય ચહેરા રહ્યાં છે. તેઓ ગઈ ચૂંટણીમાં દેવરિયા સીટ પરથી લોકસભામાં ચૂંટાયાં હતાં પરંતુ ભાજપે આ વખતે તેમને ટિકિટ આપી નથી.  તો અયોધ્યા આંદોલનનાં મુખ્ય ચહેરા અને પોતાની સત્તા ગુમાવનારા કલ્યાણસિંહ હાલ રાજસ્થાનમાં રાજ્યપાલ તરીકે કાર્યરત છે. બંધારણીય પદ હોવાનાં કારણે તેઓ  ચૂંટણી મેદાનમાં ઉતરી શકે તેમ નથી.

રામમંદિર આંદોલનનાં આ ચહેરા ઉપરાંત સાધ્વી ઋતંભરા, સ્વામી ચિન્મયાનંદ, અને રામવિલાસ વેદાંતીનું નામ પણ યાદ આવે છે. જેમણે રામમંદિર આંદોલન દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. જેમાનાં સ્વામી ચિન્મયાનંદે ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી. તો રામ વિલાસ વેદાંતી હાલ બીજેપીમાં હાંસિયામાં ધકેલાઈ ગયાં છે. જો કે તેમ છતાં તેઓ રામમંદિર આંદોલનમાં ઘણો રસ દાખવી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ