બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / When Mahendra Singh Dhoni told the ex-cricketer's wife- 'Bhabhi, I just want to earn 30 lakhs so that...'

લો બોલો / ધોનીએ કહ્યું હતું, 'ભાભી મારે તો બસ 30 લાખ જ કમાવવા છે...', પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Pravin Joshi

Last Updated: 03:12 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પૂર્વ ક્રિકેટરે એમએસ ધોની વિશે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે જ્યારે તે ટીમમાં નવો આવ્યો ત્યારે તેણે 30 લાખ કમાવવા હતા. ધોનીએ આ વાત પત્ની સાથે શેર કરી હતી.

  • ધોની નિઃશંકપણે ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક 
  • ધોનીએ 7મી જુલાઈએ પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો
  • ધોની કહેતો હતો કે ભાભી મારે 30 લાખ રૂપિયા કમાવવા છે

મહેન્દ્ર સિંહ ધોની નિઃશંકપણે ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક રહ્યો છે. ધોની 7મી જુલાઈએ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. આ અવસર પર ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેને અલગ અલગ રીતે અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પણ ધોનીના જન્મદિવસ પર ખુલાસો કર્યો હતો કે ધોની મારી પત્નીને કહેતો હતો કે મારે 30 લાખ કમાવવા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન વસીમ જાફરે કહ્યું, હું 2005માં ટીમમાં પાછો ફર્યો હતો અને તે સમયે ધોની ટીમમાં નવો હતો. અમે બધા મોટાભાગે પાછળની હરોળમાં બેસતા હતા. મારી પત્ની, ધોની, દિનેશ કાર્તિક, હું અને આર.પી. સિંહ પાછળની સીટ પર સાથે બેસતા હતા.ધોની મારી પત્ની સાથે ઘણી વાતો કરતો હતો. તે હંમેશા કહેતો હતો કે ભાભી મારે 30 લાખ રૂપિયા કમાવવા છે. 

ધોનીને તેની જમીન સાથે ખૂબ લગાવ હતો

મહેન્દ્ર સિંહ ધોની કહેતો હતો કે તે 30 લાખ કમાઈને આરામથી જીવન પસાર કરવા માંગે છે. તે પોતાનું ઘર રાંચીમાં જ સેટલ કરવા માંગતો હતો. તે બીજા કોઈ શહેરમાં સ્થાયી થવા પણ ઈચ્છતો નહોતો. તે કહેતો હતો કે ગમે તે થાય, હું ક્યારેય રાંચી નહીં છોડીશ. જાફરે કહ્યું, ધોની ટીમમાં નવો હતો તેથી તેને લાગ્યું કે 30 લાખ રૂપિયા તેનું જીવન જીવવા માટે પૂરતા હશે. તેથી જ તે આવું કહેતો હતો. ધોનીને તેની જમીન સાથે ખૂબ લગાવ હતો. આજે પણ તે ખૂબ જ સફળ થઈ ગયો છે. તેમ છતાં તે તેના શહેર સાથે જોડાયેલ છે. મને ધોનીની એક વાત ખૂબ જ ગમતી હતી કે તે ખૂબ જ સરળતાથી દરેકની સામે વસ્તુઓ મૂકી દેતો હતો. 

વસીમ જાફરે ભારત માટે 31 ટેસ્ટ અને 2 વનડે રમી 

જણાવી દઈએ કે વસીમ જાફરે ભારત માટે 31 ટેસ્ટ અને 2 વનડે રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી અનુક્રમે 1944 અને 10 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં બેવડી સદી પણ ફટકારી હતી. તેના નામે બે બેવડી સદી અને પાંચ સદી છે. જ્યારે તે વનડેમાં માત્ર 2 મેચ જ રમી શક્યો હતો. આઈપીએલમાં તેણે 8 મેચમાં 130 રન બનાવ્યા હતા. જેમાં એક ફિફ્ટી સામેલ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ