બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / When is makarsankrati? what is the hindu importance of this festival

તહેવાર / 2024માં 14 કે 15 જાન્યુઆરી, કઈ તારીખે છે મકરસંક્રાંતિ? દૂર કરો કન્ફ્યુઝન, જાણો કઈ કઈ વસ્તુઓના દાનનું છે મહત્વ

Vaidehi

Last Updated: 06:25 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makarsankranti 2024 Date: મકરસંક્રાંતિના તહેવારની તારીખને લઈને લોકોમાં અત્યારથી જ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. શું તમે જાણો છો કે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ મનાવવામાં આવશે કે 15મી જાન્યુઆરીએ?

  • જાણો 2024માં મકરસંક્રાંતિ ક્યારે ઊજવવામાં આવશે?
  • ઉત્તરાયણનાં દિવસનું હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ છે
  • મકરસંક્રાંતિનાં દિવસે આ ચીજોનું દાન કરવું જોઈએ

હિંદૂ ધર્મમાં મકરસંક્રાંતિ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાની માન્યતા હોય છે. દરવર્ષે કુલ 12 જેટલી સંક્રાંતિ ઊજવવામાં આવે છે પણ મકરસંક્રાંતિનું ખાસ મહત્વ હોય છે. કારણકે આ દિવસે સૂર્ય ધનુ રાશિથી નિકળીને મકર રાશિમાં સંચાર કરે છે. તેથી આ તહેવારને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યરીતે આપણાં દેશમાં 14મી જાન્યુઆરીનાં રોજ મકરસંક્રાંતિ ઊજવવામાં આવે છે પણ શું તમે જાણો છો કે આ વખતે મકરસંક્રાંતિની સાચી તારીખ અને તિથિ શું છે?

મકરસંક્રાંતિની તારીખ અને તેનું મહત્વ
2024માં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીનાં રોજ સોમવારનાં દિવસે ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરશે. એવી માન્યતા છે કે આ દિવસે સ્વર્ગનાં દ્વાર ખુલે છે. તેથી ભીષ્મ પિતામહે પોતાને બાણ લાગ્યા બાદ પણ પ્રાણ ત્યાગવા માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો. જેથી મોક્ષ મળી શકે. સાથે જ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી સાત જન્મોનાં પાપ પણ ધોવાઈ જાય છે.

વાંચવા જેવું: નવા વર્ષના પહેલા જ દિવસે લવિંગથી કરો આ ખાસ ઉપાય: આખું વર્ષ ખાલી નહીં થાય ખિસ્સું, વધશે પૈસાની આવક

મકરસંક્રાંતિને દેશનાં અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ, માઘ અને બિહુ. શાસ્ત્ર અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાથી વ્યક્તિને ક્યારેય પણ સમાપ્ત ન થાય તેવું પુણ્ય મળે છે.

મકરસંક્રાંતિનાં દિવસે આ ચીજોનું દાન કરો
મકરસંક્રાંતિનાં દિવસે તલ, ચપ્પલ, અન્ન, વસ્ત્ર, ધાબળું વગેરે ચીજોનું દાન કરવાથી વ્યક્તિને શનિદેવ અને સૂર્યદેવની કૃપા મળે છે. માન્યતા અનુસાર આ દિવસે તમે જે પણ દાન કરો છો એ સીધું ભગવાનને અર્પિત થાય છે. તેથી આ દિવસે ખાસ દાન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ