ગોવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કહ્યું કે, અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા અને ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું અને અમે પુરુ કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું અમે ખેડૂતોને જે વચન આપ્યું હતું તે પુરુ કર્યું
મમતા બેનર્જી પણ 3 દિવસ માટે ગોવાની મુલાકાતે છે
TMC સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે
Congress leader Rahul Gandhi interacts with members of the fishermen community in Velsao, Goa.
We will not allow Goa to become a polluted place. We will not allow it to become a Coal hub. We are protecting the environment for everyone: Congress leader Rahul Gandhi pic.twitter.com/8EyU1b54Sj
રાહુલ ગાંધીએ કહ્યું અમે ખેડૂતોને જે વચન આપ્યું હતું તે પુરુ કર્યું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોને મળવા માટે ગોવા પહોંચ્યા છે. તેમણે ગોવાના વેલ્સાઓમાં માછીમારી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી છે. અમે ગોવાને પ્રદુષિત સ્થળ નહીં બનાવ દઈએ એમ તેમણે કહ્યું હતું. અમે તેને કોલસાનું હબ નહીં બનવા દઈએ. અમે બધા માટે પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ.ગોવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા અને ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું અને અમે કર્યું. તમે પંજાબ, કર્ણાટક જઈને પણ આ વાતની પુષ્ટિ કરી શકો છો. અમારા મેનિફેસ્ટોમાં જે કંઈપણ છે તે ગેરંટી છે, વચન નથી.
CM મમતા બેનર્જી પણ 3 દિવસ માટે ગોવાની મુલાકાતે છે
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓએ મંગળવારે નવી દિલ્હીમાં 2022 માં પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરની સાથે ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં સંભવતઃ ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ત્રણ દિવસ માટે ગોવાની મુલાકાતે છે.
TMC સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે
ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP)ના કાર્યકારી પ્રમુખ કિરણ કંડોલકરના રાજકીય નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. કંડોલકરે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને 'દેવી દુર્ગા' અને રાજ્યની ભાજપ સરકારને 'ભસ્માસુર' ગણાવી છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમના નિવેદન પર ગુસ્સે થયા છે. GFP નેતા કંડોલકરે શનિવારે કહ્યું કે ગોવા ઈચ્છે છે કે દુર્ગાને પશ્ચિમ બંગાળથી અહીં લાવવામાં આવે અને આ ભસ્માસુર ભાજપ સરકારને હરાવે છે. તેમણે સ્વીકાર્યું કે તેમની પાર્ટી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સાથે ગઠબંધન માટે વાતચીત કરી રહી છે. તે TMC સાથે ગઠબંધન કરીને આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે.
ગોવાના સીએમએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી.
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કંડોલકરના નિવેદનની આકરી ટીકા કરી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો બાદ મહિલાઓ પર અત્યાચાર કરનાર વ્યક્તિ સાથે દેવી શાંતા દુર્ગાની તુલના ગોવાના લોકો સહન કરશે નહીં.