બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / What to do if a bird is injured? Learn from wildlife expert Vijay Dabhi

ઉત્તરાયણ 2024 / પક્ષી ઈજાગ્રસ્ત થાય તો શું કરશો? જાણો વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભી પાસેથી

Priyakant

Last Updated: 09:22 AM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarayan 2024 Latest News: ઉત્તરાયણના દિવસે પક્ષી ઘાયલ થાય તો શું કરવું ? પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી ? ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે ક્યાં લઈ જવું ? એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ આપી તમામ માહિતી

  • ઉત્તરાયણના દિવસે શું ધ્યાન રાખશો ? જાણો વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ પાસેથી 
  • ઉત્તરાયણના દિવસે પક્ષી ઘાયલ થાય તો શું કરવું ?  
  • ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે ક્યાં લઈ જવું ?
  • જાણો ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓને લઈ તમામ સવાલોના જવાબ 

Priykant Shrmali VTV News : ઉત્તરાયણનો આપણા સૌનો ગમતો તહેવાર છે. આપણે બધા જ પતંગ દોરી લઈને ધાબે ચડીએ છીએ અને મજા કરીએ છીએ. પરંતુ આપણી મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. કાચ પાયેલી દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે અને કેટલીકવાર જીવ પણ ગુમાવે છે. જો તમારી આસપાસ કોઈ ઈજાગ્રસ્ત પક્ષી મળી આવે તો તેમની સારવાર તાત્કાલિક કેવી રીતે કરવી તે અમે તમને જણાવીશું.

વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ પાસેથી જાણો 
VTVGujarati.Com સાથેની ખાસ વાતચીતમાં એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ તમામ માહિતી આપી હતી. જેમાં ઉત્તરાયણના દિવસે પક્ષી ઘાયલ થાય તો શું કરવું ? પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી ? ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે ક્યાં લઈ જવું ? અને ખાસ પક્ષી ઇજાગ્રસ્ત ન બને તે માટે શું-શું કરવું?.  વિજય ડાભી એનિમલ લાઈફ કેર નામની સંસ્થા ચલાવે છે, અને છેલ્લા 12 કરતા વધુ વર્ષોથી તેઓ પશુ-પક્ષીઓને સારવાર આપવાનું કામ કરે છે. 
 
વિજયભાઈના કહેવા પ્રમાણે, ઉત્તરાયણના દિવસે ઘણી સંસ્થાઓ આ સંદભે સેવા કાર્ય કરતી હોય છે. જોકે અનિવાર્ય સંજોગોમાં એમને આવતા મોડું થાય તો અને પક્ષી ઘાયલ થાય તો શું કરવું તેની માહિતી આપણી પાસે હોય તો પક્ષીનો જીવ બચી શકે છે. 

ઉત્તરાયણમાં પક્ષી ઘાયલ થાય તો શું કરવું ? 
જો ઈજાગ્રસ્ત પક્ષી મળે તો તેના ઉપર પાણીનો છંટકાવ ન કરવો જોઈએ. એના બદલે પક્ષીને એક કપડાંમાં લપેટી લેઉ જોઈએ. તમે તેને રૂમાલથી પણ પકડી શકો છો.શક્ય હોય તો ઇજાગ્રસ્ત પક્ષીને એક નાના એવા બોક્સમાં પણ મૂકવું જોઈએ. તેને બહુ લોહી નીકળતું હોય, તો પાણીની જગ્યાએ હળદર લગાવો.. બાદમાં પક્ષીને  પાટો બાંધી દેવો જોઈએ. અમુક વાર પક્ષીઓ શૉકમાં આવીને પણ મૃત્યુ પામતા હોય છે. જેથી ઇજાગ્રસ્ત પક્ષીને ઘોંઘાટ ન હોય તે જગ્યાએ રાખવું જોઈએ અથવા તો નજીકના રેસ્ક્યૂ સેન્ટર ઉપર લઈ જવા જોઈએ. 

અમદાવાદમાં લગભગ 40-50 સંસ્થાઓ પણ કામ કરે છે. જેથી શક્ય હોય તો નજીકમાં સરકારના સેન્ટરો પણ હોય છે અને ફોરેસ્ટ વિભાગની હેલ્પલાઈન પણ હોય છે ત્યાં પણ તમે ઇજાગ્રસ્ત પક્ષીને પહોંચાડી શકો છો. કોઈ જગ્યાએ વાયર પર પક્ષી ફસાયું હોય તો લોખંડના સળિયા વડે તેને કાઢવાનો પ્રયાસ ન કરવો, કારણકે અમુક વાર તેનાથી કરંટ લાગવાને કારણે પણ પક્ષીનું મોત થાય છે. પક્ષી લટકતું હોય તો તાત્કાલિક ફાયર બ્રિગેડ કે ફોરેસ્ટ વિભાગની હેલ્પલાઈન અને રેકસ્યુ કરતી સંસ્થાઓને ફોન કરી રેસ્ક્યૂ કરવું જોઈએ. 

આટલું ધ્યાન રાખો 
વાઈલ્ડ લાઈફ એકસ્પર્ટ વિજય ડાભીએ કેટલીક અપીલ પણ કરી છે. તેમના મત મુજબ ઉત્તરાયણના દિવસે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવા ન જોઈએ, કારણ કે ત્યારે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે. આ સાથે વધુ કાચ વાળી દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ અને ખાસ તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ. આ સાથે હમણાં જે ટ્રેન્ડ શરૂ થયો છે તે રાત્રિના સમયે ફટાકડા પણ ન ફોડવા જોઈએ કારણ કે રાત્રિના સમયે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય તો તે ગભરાઈને નીચે પડતાં મોત પામતા હોય છે. આ સાથે ઝાડમાં પક્ષીઓના માળા હોવાથી સાંજે તુક્કલના કારણે પણ અમુક વાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. તેમણે અપીલ કરી હતી કે, દરેક ધાબે ફીરકી પતંગની સાથે એક હેલ્પલાઇન નંબર પણ હોવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ