બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

VTV / ગુજરાત / અમદાવાદ / What is the protection of the daughter? 398% increase in minor girl child abuse cases in last 8 years, 12,647 cases pending,

અમદાવાદ / દિકરીની સુરક્ષા શું? છેલ્લા 8 વર્ષમાં નાની બાળકીઓ સાથે અપકૃત્યના કેસમાં 398%નો વધારો, 12, 647 કેસ પેન્ડિંગ, કોંગ્રેસના તીખા આરોપ

Vishal Khamar

Last Updated: 07:49 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બાળકીઓ સાથે અપકૃત્યનાં કેસમાં વધારો થયો છે. કોંગ્રેસે અપકૃત્યા કેસમાં વધારો થતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે છેલ્લા 8 વર્ષમાં પોક્સો કેસમાં 398 ટકા વધારો થવા પામ્યો છે.

  • બાળકીઓ સાથે અપકૃત્યના કેસમાં વધારો
  • કોંગ્રેસના રાજ્ય સરકાર પર આક્ષેપ
  • 'દીકરીઓને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ'

રાજ્યમાં બાળકીઓ સાથે અપકૃત્યનાં કેસમાં વધારો થયો છે. કોંગ્રેસે અપકૃત્યા કેસમાં વધારો થતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે છેલ્લા 8 વર્ષમાં પોક્સો કેસમાં 398 ટકા વધારો થવા પામ્યો છે. બાળકીઓ સાથે અપકૃત્ય કેસમાં 398 ટકાનો વધારો થયો છે. તેમજ 14522 જેટલી બાળકીઓ સાથે અપકૃત્ય થયાનું સામે આવ્યું છે.  જ્યારે હજુ 12647 કેસમાં હજુ પેન્ડીંગ છે.

કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર આક્ષેપ કર્યા

  પોક્સો કેસમાં વર્ષ 2016 માં સૌથી ઓછી 5 કેસમાં જ્યારે 2019 માં સૌથી વધુ 74 કેસમાં સૌથી વધુ સજા ફટકારી
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2014 થી 2021 દરમ્યાન 14522 કેસ નોંધાયા હતા. ત્યારે આગામી વર્ષ 2014 થી 2021 દરમ્યાન પોક્સો કેસમાં 389.5 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014 માં પોક્સો હેઠળ 613  ગુનો નોંધાયા હતા. જે કેસમાં 5 લોકોને સજા મળી હતી.  વર્ષ 2015 માં પોક્સો હેઠળ 1609 જેટલા ગુના નોંધાયા છે. જેમાં 8 લોકોને સજાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે વર્ષ 2016માં પોક્સો હેઠળ 1408 ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં 5 કેસમાં જ આરોપીને સજા મળી પડી હતી.  જ્યારે વર્ષે 2017 માં પોક્સોના 1697 ગુના નોંધાયા હતા. જેમાં 12 કેસમાં સજા પડી હતી. તેમજ વર્ષ 2018 માં 2154 કેસ નોંધાયા હતા. જેમાં 33 લોકોને સજાનું એલાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં 2253 કેસમાં 74 લોકોને સજા થઈ હતી. તેમજ વર્ષ 2020 માં 2345 પોક્સોનાં કેસ નોંધાયા હતા. જેમાં 23 કેસમાં સજા થવા પામી હતી. 4782 કેસની સામે 100 કેસમાં આરોપીઓને સજા મળી છે.

ગૃહમંત્રી રાજ્યમાં બેન-દિકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છેઃકોંગ્રેસ
ગુજરાતમાં કથળતી જતી કાયદો વ્યવસ્થા તેમજ મહિલાઓ પર થતા અત્યાચાર તેમજ દુષ્કર્મ જેવી ઘટનાઓને લઈને કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે ગૃહમંત્રી  રાજ્યમાં બેન-દિકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ