બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / What is BJP agenda for 2024 elections? PM Modi talks about Uniform Civil Code, triple talak and muslim rights

લોકસભાના બ્યૂગલ / ભાજપનું મિશન 2024 ઓન: PM મોદીએ ભાજપના લાખો કાર્યકરોને આપી જીતની ટિપ્સ, વિપક્ષ ગોટાયું

Vaidehi

Last Updated: 07:39 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રિપલ તલાક, સમાન નાગરિક ધારા, પસમંદા મુસ્લિમ- આખરે PM મોદીનો આ રાજકીય દાવ 2024માં કેટલો અસરકારક સાબિત થશે?

  • PM મોદીએ 2024ની ચૂંટણીને લઈને કર્યું સંબોધન
  • દેશભરનાં ભાજપનાં કાર્યકરો સાથે વાતચીત
  • દેશનાં મોટા વિષયોનો ઉલ્લેખ કરી ફેક્યું રાજકીય પાસું 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં ભોપાલથી દેશભરનાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં આ વર્ષે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓની સાથે-સાથે 2024ની લોકસભા ચૂંટણીનો એજન્ડા પણ સેટ કર્યો છે. PM મોદીએ ભાજપનાં કાર્યકર્તાઓને માત્ર વિજયમંત્ર જ નથી આપ્યો પરંતુ ત્રિપલ તલાકને લઈને, પસંમાદા મુસ્લિમોનો મુદો ઉઠાવીને સમાન નાગરિક ધારાની દિશામાં આગળ વધવાનાં સંકેત પણ આપ્યાં છે.

યૂનિફોર્મ સિવિલ કોડ
ભાજપનાં 'મેરા બૂથ સબસે મજબૂત' અભિયાન કાર્યક્રમ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ પોતાના પ્રશ્નો પૂછી રહ્યાં હતાં જેનો સીધો જવાબ PM મોદી આપી રહ્યાં હતાં. આ દરમિયાન યૂપીની રાની ચૌરસિયાએ PM મોદીથી યૂનિફોર્મ સિવિલ કોડ પર સવાલ પૂછ્યાં. જેનો જવાબ આપતાં PM મોદીએ કહ્યું કે વોટ બેંક માટે કેટલીક રાજનૈતિક પાર્ટીઓ ભારતીય મુસ્લિમોને UCCનાં નામે ભડકાવી રહી છે. તેમણે કહ્યું કે એક ઘરમાં એક સદસ્ય માટે એક કાયદો અને બીજા સદસ્ય માટે અલગ? આ બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલી શકશે? PM મોદીએ આ નિવેદન આપીને સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર સમાન નાગરિક ધારાની દિશામાં પગલું ભરવા જઈ રહી છે.

પસમાંદા મુસ્લિમો
PM મોદીએ ફરી એકવાર પસમાંદા મુસ્લિમોને લઈને શિયા મુસ્લિમોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પસમાંદા મુસ્લિમોને કોઈપણ પ્રકારનો ફાયદો મળ્યો નથી, તેઓ વધુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. પસમાંદા મુસ્લિમોનું શોષણ તેમનો જ એક વર્ગ કરી રહ્યો છે જેના લીધે તેમને સમકક્ષતાનો હક નથી મળ્યો. PM મોદીએ પસમાંદા મુસ્લિમોની જાતીઓનાં નામ ગણાવતાં કહ્યું કે આજે પણ આ મુસ્લિમ જાતીઓ ભેદભાવનો શિકાર છે. અમારી સરકાર 'સબકા સાથ સબકા વિકાસ'નાં એજન્ડાને લઈને ચાલે છે. 

Atif Rasheed tweet

અત્રે સ્પષ્ટ છે કે PM મોદી સતત પસમાંદા મુસ્લિમોને ટાર્ગેટ કરીને મુસ્લિમ સમુદાયને ભાજપ સાથે સાંકળવા પ્રયાસ કરી રહ્યાં છે જો કે મુસ્લિમોનું વોટિંગ પેટર્ન કંઈક અલગ છે. મુસ્લિમો એ જ પાર્ટી સાથે જાય છે જે ભાજપને હરાવતી નજરે પડે. તેવામાં PM મોદી પસમાંદા સમુદાયને ટાર્ગેટ કરીને થોડાઘણાં વોટ મેળવીને વિપક્ષી દળોને સ્ટ્રેટેજી બ્રેક કરી શકે છે.રાષ્ટ્રવાદી પસમાંદા મુસ્લિમનાં અધ્યક્ષ આતિફ રશીદે ટ્વીટ કરી કહ્યું કે' પસમાંદા સમુદાય પર 800થી પણ વધારે વર્ષોથી થઈ રહેલા માનસિક, આર્થિક, રાજનૈતિક શોષણ અને ભે    દભાવની સામે PM મોદીએ અવાજ ઊઠાવી અને તેમની સાથે રહેવાનું સાહસ કર્યું છે...'

ત્રિપલ તલાક
ત્રિપલ તલાકનો ઉલ્લેખ કરતાં PM મોદીએ મુસ્લિમ મહિલાઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે ત્રિપલ તલાકની વકીલાત કરનારા લોકો વોટબેંકનાં ભૂખ્યા છે અને મુસ્લિમ બહેન-દીકરીઓ સાથે અન્યાય કરી રહ્યાં છે. ત્રિપલ તલાકથી માત્ર દીકરીઓનું જ ઘર નથી તૂટતું પરંતુ છોકરીનો પરિવાર તબાહ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ