બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / What a wonderful hobby: 94-year-old Jawan Dosli from Gir Somnath doesn't know Vasuba, you don't know yourself

જીવનનો અર્ક / કેવો ગજબનો શોખ: ગીર સોમનાથના 94 વર્ષીય જવાન ડોસલી વસુબાને નથી ઓળખતા, તો તમે તમારી જાતને નથી ઓળખતા

Mehul

Last Updated: 12:10 AM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના 95 વર્ષના વસુબા ઝાલાની ઉંમર ભલે વધારે હોય પણ તેમનો જુસ્સો અને હિંમત ગાંધીજી જેવા છે.અત્યાર સુધી 50 પુસ્તકો લખી ચુકેલા વસુબાએ સંસ્કાર-સંસ્કૃતિનો પાયો.

  • જીવનના નવ દાયકા છતાં 'મહાત્મા  ગાંધી' જેવું જીવન 
  • 50 જેટલા પુસ્તકો લખ્યા ,સંસ્કાર ગીતો,રામાયણ સાર લખ્યા
  • કાજ્લીના વસુબાનું જીવન યોગી જેવું.ચાર વાગ્યે ઉઠી જ જાય 


પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો કહેવાય છે..જેનું વધારે વાંચન તે લખવામાં અને બોલવામાં બળિયો હોય છે .કારણ કે જ્ઞાન હંમેશા વાંચનથી જ મળે છે. વાંચન કરવાની કોઈ ઉમર હોતી નથી .જો મન મક્કમ અને શોખ હોય તો ગમે ત્યારે વાંચન અને લેખન કરી શકાય છે. ગીર સોમનાથ જિલ્લામાં એક એવા વૃદ્ધા છે જેમની ઉંમર 95 વર્ષ છે. જેમણે અત્યાર સુધી 50થી વધારે પુસ્તકો લખ્યા છે. અને અનેક ધાર્મિક ગ્રંથોનું વાંચન કર્યું છે..કોણ છે આ વૃદ્ધ મહિલા?. અને કેવો છે તેમનો આ અનોખો શોખ

પુસ્તકોને કંઈ એમ જ મનુષ્યના સાચા મિત્રો નથી કહેવાતા. પુસ્તકો તમારુ જ્ઞાન વધારે છે. શિક્ષિત બનાવે છે .અનેક મહાપુરુષોએ કહ્યું છે કે મિત્ર બનાવવા હોય તો પુસ્તકોને બનાવો  95 વર્ષના વસુબા ઝાલા. ઉંમર ભલે વધારે હોય પણ તેમનો જુસ્સો અને હિંમત એક યુવાનમાં હોય તેવો છે .કારણ કે વસુબાએ અત્યાર સુધી 50થી વધારે પુસ્તકો લખ્યા છે. પોતાની હાથે અલગ અલગ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરી તેના સાર પોતાના હસ્તલેખિત પુસ્તકોમાં કંડાર્યો છે. 95 વર્ષની જૈફ વયે પણ વસુબા રોજ વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે...અને ઉઠતાની સાથે જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં લાગી છે...મંદિરમાં દિવા-બત્તી અને સેવા પૂજા પછી ધાર્મિક પુસ્તકો વાંચવાના કામમાં લાગી જાય છે. જે વાંચ્યું હોય તેનો સાર એક ચોપડામાં ઉતારી લે છે...અને આ તેમનું રોજિંદું કામ થઈ ગયું છે...વસુબાએ અલગ અલગ ઋષિઓના નામ જે અત્યારની પેઢી ભૂલી ગઈ છે તે પોતાના પુસ્તકમાં ઉતાર્યા છે. આ સિવાય નદીઓ, મહાભારત, રામાયણનો સાર અને લોકગીતો તથા સંસ્કાર ગીતો પણ લખ્યા છે. 

કોઈ કામ અસંભવ નથી. તે વસુબાએ સાર્થક કરી બતાવ્યું છે. વસુબાને વાંચવાનો એટલો ગજબનો શોખ છે કે તેઓ કલાકોના કલાકો વાંચનમાં લગાવી દે છે. અને એકલું વાંચન પણ નહીં. વાંચનની સાથે લખવાનો પણ તેમનો શોખ ખુબ જ અલગ છે. તેથી તેમણે અનેક ચોપડાઓ ભરીને લખાણ કર્યું છે...વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા વસુબા ઝાલાનો છેલ્લા 50 વર્ષથી ધાર્મિક પુસ્તકો સાથે લગાવ રહ્યો છે. માત્ર અગિયાર વર્ષના હતા ત્યારથી તેમણે લખવાની શરૂઆત કરી હતી. .આજે વસુબાનો ખુબ મોટો પરિવાર છે. પુત્રો પણ માતાના કામથી સંસ્કારીત થયા છે...અને પૌત્ર પણ દાદીના સંસ્કારોથી સંસ્કારીત થઈ પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. વસુબાના પુત્ર સુરપાલસિંહ ઝાલાનું કહેવું છે કે મારી માતા વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે. મંદિરમાં પૂજા-સેવા કરે છે. સાંજે ધાર્મિક સિરિયલો જુવે છે અને પરિવારના સભ્યોને ધાર્મિક વાતોનું રસપાન કરાવે છે. 


આજની યુવા પેઢી મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં પુસ્તકોથી દૂર થઈ રહી છે..આપણી મૂળ સંસ્કૃતિની ભૂલી પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી રહી છે..સારા કપડા પહેરવાથી વ્યક્તિ સારો દેખાતો નથી. તેના સંસ્કાર અને જ્ઞાનથી જ વ્યક્તિ મહાન બને છે. આજે ધાર્મિક જ્ઞાન ઓછું થવા લાગ્યું છે. પરંતુ વસુબા જેવા ઘણા લોકો છે જેમણે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિને ધબકતી રાખી છે. વીટીવી વસુબાને વંદન કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ