બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / West Bengal CM Mamata Banerjee paid her last respects to singer KK at Rabindra Sadan in Kolkata

BIG NEWS / VIDEO: કોલકાતામાં KKને અપાયું ગન સેલ્યુટ-CMએ આપી શ્રદ્ધાંજલિ, ગુરુવારે મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર

ParthB

Last Updated: 03:37 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક કેકે (કૃષ્ણકુમાર કુન્નાથ)નું મંગળવારે નિધન થયું છે. કે કેના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

  • કેકેને બંદૂકની સલામી આપવામાં આવી હતી
  • ગતરોજ મોડી રાત્રે સ્ટેજ શો દરમિયાન આવ્યો હતો હાર્ટએટેક  
  • અંતિમ સંસ્કાર ઘરની નજીક વર્સોવાના મુક્તિધામ સ્મશાનગૃહમાં કરાશે 

કેકેને બંદૂકની સલામી આપવામાં આવી હતી

કોલકાતાના રવીન્દ્ર સદન પર કેકેને બંદૂકની સલામી આપવામાં આવી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. કેકેનો પાર્થિવ દેહ એર ઈન્ડિયાની AI 773 ફ્લાઈટ દ્વારા મુંબઈ જશે. કેકેનું પાર્થિવ શરીર લગભગ 8.15 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચશે. ગાયકના અંતિમ સંસ્કાર ઘરની નજીક વર્સોવાના મુક્તિધામ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેકેના નિધન પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુખ વ્યક્ત કર્યું હતું.  

કેકેના પરિવારજનોએ પણ શ્રદ્ધાંજલિ આપી 

કોલકાતામાં ગાયક કેકેને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન કેકેનો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. KK તરીકે જાણીતા કૃષ્ણકુમાર કુન્નાથ 53 વર્ષના હતા.

કેકેનું ગતરોજ મોડી રાત્રે સ્ટેજ શો દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. 

બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકેનું ગતરોજ મોડી રાત્રે સ્ટેજ શો દરમિયાન હાર્ટ એટેક આવવાથી અવસાન થયું. કોલકાતાના ઉલ્ટાડાંગામાં ગુરુદાસ મહાવિદ્યાલયના નઝરુલ મંચના કોન્સર્ટ દરમિયાન ગાયક કૃષ્ણકુમાર કુન્નાથને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કોન્સર્ટમાં વધુ લોકો પહોંચ્યા હતા

માહિતી અનુસાર, KKના કોન્સર્ટમાં લગભગ 5000 લોકો પહોંચ્યા હતા, જ્યાં કોન્સર્ટ થઈ રહ્યો હતો, ત્યાં માત્ર 2000-2500 લોકોની ક્ષમતા હતી. ટોળાને વિખેરવા માટે ગેસનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં કેટલાક લોકો બળજબરીથી કાર્યક્રમ સ્થળે ઘૂસ્યા હતા.

આ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેકે તેની પત્ની અને 2 બાળકો સાથે મુંબઈના વર્સોવા વિસ્તારના પાર્ક પ્લાઝા કોમ્પ્લેક્સમાં રહેતો હતો. તેમના અંતિમ સંસ્કાર ઘરની નજીક વર્સોવાના મુક્તિધામ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. હાલમાં તેમના પરિવારનો કોઈ સભ્ય મુંબઈમાં નથી, ઘટનાની જાણકારી મળતા જ તમામ લોકો કોલકાતા જવા રવાના થઈ ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ