weather department forecast for heatwave in gujarat news
આગાહી /
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી બાદ હવે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, 24 કલાક બાદ તાપમાનમાં થશે આટલાં ડિગ્રીનો વધારો
Team VTV10:28 AM, 02 Feb 23
| Updated: 10:46 AM, 02 Feb 23
કડકડતી ઠંડી વચ્ચે હવે ગુજરાતીઓને ઠંડીમાં થોડી રાહત મળશે તેવી હવામાન વિભાગની વકી.
આગામી દિવસોમાં ઠંડીમાં મળી શકે છે થોડી રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાન વધશે
અમદાવાદનું નોંધાયું 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઇ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.
24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં પણ થશે વધારો
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં ઠંડા પવનના જોર વચ્ચે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું. દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા શહેરમાં આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં ૧૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન અને ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં વડોદરા ૧૪.૮, ભાવનગર ૧૭.૪, ભૂજ ૧૨, છોટાઉદેપુર ૧૫, દાદરા-નગર હવેલી ૧૮.૨, દાહોદ ૧૨, દમણ ૧૯, ડાંગ ૧૫, ડીસા ૧૨.૬, દીવ ૧૪.૨, દ્વારકા ૧૬.૪, ગાંધીનગર ૧૨.૮, જૂનાગઢ ૧૯.૮, જામનગર ૧૫.૯, કંડલા ૧૪.૪, નલિયા ૫.૩, નર્મદા ૧૧.૭, ઓખા ૧૮.૮, પાટણ ૧૧.૮, પોરબંદર ૧૬.૫, રાજકોટ ૧૨.૮, સાસણ-ગીર ૧૭.૩, સિલવાસા ૧૮.૨, સુરત ૧૮.૨, વલસાડ ૧૪.૪ અને સુરતમાં ૧૭.૩ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.