બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / "We do not want begging from the government, if the case is not withdrawn then we will ...", statement of Patidar leader

'અલ્ટીમેટમ' / 'અમે સરકાર પાસે ભીખ નથી માંગતા, જો કેસ પાછા નહીં ખેંચાય તો અમે...', પાટીદાર નેતાનું નિવેદન

Mehul

Last Updated: 10:15 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરપંચથી સાંસદ પણ પાટીદાર હોવો જોઇએ.અને ક્લાર્કથી લઈને કમિશનર - કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ.એ આપણી સામાજિક તાકાત બનશે.આપણો અધિકારી સારી જગ્યા પર બેસશે તો સમાજના કામ કરશે

  • જસદણમાં પાટીદાર સમાજ એક મંચ 
  • સામાજિક એકતાના ખાંડા ખખડાવ્યા 
  • કમિશ્નર-કલેકટર પાટીદાર હોય એ સમયની માંગ 

સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના નિર્ધાર સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત જલાવવા પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ   કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.

સરપંચથી સાંસદ પાટીદાર ;નરેશ પટેલ 

જસદણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલ ધામના ટ્રસ્ટી અને પાટીદાર સમાજસેવી નરેશ પટેલએ સમાજની પ્રગતિથી દેશની પ્રગતિની વાત કરી,પાટીદાર સમાજનું સાર્વત્રિક પ્રભુત્વ કેળવાય તેવી વાત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં પાટીદાર સમાજના યુવાનોએ પોતાની શક્તિ દેખાડી દીધી છે. મંચ પર બેઠેલા હાર્દિક અને અલ્પેશ તરફ ઇશારો કરી તેમણે આ નિવેદન આપતા ઉમેર્યું કે, સમાજ જે સંગઠન ઇચ્છતો હતો તે યુવાનોએ કરી બતાવ્યુ છે,હું કોઈના અહીં નામ નથી લેતો.પણ સરપંચથી સાસંદ પણ પાટીદાર હોવો જોઇએ.અને ક્લાર્કથી લઈને કમિશનર - કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ.એ આપની સામાજિક તાકાત બનશે. આપણો અધિકારી સારી જગ્યા પર બેસશે તો સમાજના કામ કરશે.આ માટે અધિકારીને સારી જગ્યાએ બેસાડવા સારા રાજકારણીની જરૂર પડશે. માટે એવા રાજકારણીઓ ચૂંટજો કે જે ખુરશી પર બેસીને સમાજ સામે જુએ.

ગીતા પટેલનું સરકારને 'અલ્ટીમેટમ'  

તો આ જ મંચ પરથી પાટીદાર મહિલા નેતા ગીતા પટેલે પણ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, નારેશ્ભાઈની વાતને મારું પૂરું સમર્થન છે. પાટીદાર આંદોલન સમયના કેસ હજુ પાછા નથી ખેંચાયા. અમે સરકાર પાસે ભીખ નથી માંગતા પણ અલ્ટીમેટમ આપીએ છીએ. જો કેસ પાછા નહિ ખેંચાય તો અમે પાવર બતાવીશું. 
 
SPG અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા 

પાટીદાર સમાજના SPGના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. માગણીઓને છ-છ વર્ષથી પૂર્ણ કરવમાં નથી આવી.ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે સમાજના વડીલોને સાથે રાખી રજૂઆત કરીશું. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. તો વરુણ પટેલે પણ આહ્વાન કરતા કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા છે

અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?

ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ   પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને   ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી: હાર્દિક પટેલ

જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને કરેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે. આ સાથે હાર્દિકે જણાવ્યુ કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી, ભેગા થવુ,ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું પરંતુ સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે. આ સાથે હાર્દિકે પાટીદાર આંદોલનને યાદ કરતા જણાવ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 MLA હતા તેમ છતા આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો તથા આંદોલનમાં 14 લોકો શહીદ થયા હતા. હાર્દિક પટેલે પાટીદાર ધારાસભ્યો તથા સાંસદોને અનુલક્ષીને કહ્યુ કે ગમે તેટલા MLA-MP હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભા રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેઓને ફેંકી દેવા હાર્દિકે હુંકાર ભર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ