બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / Want to get a pension up to Rs 5000? So deposit only 7 rupees daily in Atal Pension Yojana,

તમારા કામનું / રૂ. 5000 સુધીનું પેન્શન મેળવવું છે? તો રોજ માત્ર આટલાં રૂપિયા કરાવો જમા, વૃદ્ધાવસ્થા પણ મોજમાં થશે પસાર

Megha

Last Updated: 09:29 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની સ્મોલ સેવિંગ સ્કીમ અટલ પેન્શન યોજના ખૂબ જ લોકપ્રિય છે. દર મહિને ફક્ત 210 રૂપિયાનું એટલે કે દરરોજ 7 રૂપિયાનું રોકાણ કરીને 5000 રુપિયા મહિનાનું પેન્શન મેળવી શકો છો

  • રિટાયરમેન્ટને સિક્યોર કરવા અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો 
  • 60 વર્ષની ઉંમર બાદ દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન
  • દર મહિને ફક્ત 210 રુપિયાનું એટલે કે દરરોજ 7 રૂપિયાનું રોકાણ કરો 

રિટાયરમેન્ટ પછી શું? વૃદ્ધાવસ્થાના ખર્ચાની ચિંતા દરેકને હોય છે. જો તમે પણ પોતાના રિટાયરમેન્ટને સિક્યોર કરવા માટે સુરક્ષિત રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સરકારની અટલ પેન્શન યોજનામાં (Atal Pension Yojana- APY) રોકાણ કરી શકો છો. 

atal pension yojana invest under this scheme and get 5000 pension every month

સરકારની સ્મોલ સેવિંગ સ્કીમ અટલ પેન્શન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ નાની રોકાણ યોજના પર તમે ગેરન્ટીડ પેન્શન મેળવી શકો છો. 5000 રુપિયા મહિનાની પેન્શન મેળવવા માટે તમારે દર મહિને પોતાની કમાણીમાંથી ફક્ત 210 રુપિયાનું એટલે કે દરરોજ 7 રૂપિયાનું રોકાણ આ સ્કીમમાં કરવાનું રહેશે. 

તમારા પેન્શનની ખાતરી 
જો તમે વૃદ્ધાવસ્થામાં કોઈના પર આર્થિક રીતે નિર્ભર રહેવા માંગતા નથી, તો હવેથી જ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો. APY યોજના સરકારની એક મહાન યોજના છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમારા પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ કર્યા પછી તમને ન્યૂનતમ 1,000, 2000, 3000, 4000 અને વધુમાં વધુ 5,000 પેન્શન મળે છે. 

કોણ રોકાણ કરી શકે છે? 
અટલ પેન્શન યોજનાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. તે સમયે આ યોજના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે 18થી 4 વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી પેન્શનનો લાભ લઈ શકે છે. જેમની પાસે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાઓને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. 

Atal pension yojana tax payers APY Scheme APY Subscribers Government Schemes Retirement Plan Retirement Fund Retirement...

5,000 રૂપિયા પેન્શન મેળવવા માટે દર મહિને 210 રૂપિયાનું રોકાણ 
જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે છે, તો 60 વર્ષ પછી તેને દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માટે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે માત્ર 1000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે તમારે 42 રૂપિયા, 2000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે 84 રૂપિયા, રૂપિયા 3000 મેળવવા માટે 126 રૂપિયા અને 4000 રૂપિયાના પેન્શન માટે 168 રૂપિયા પ્રતિ મહિના જમા કરાવવા પડશે. 

કરમુક્તિ સહિતની આ સુવિધાઓ 
અટલ પેન્શન યોજનાની વિશેષતા એ છે કે તમે જેટલી નાની ઉંમરે તેમાં રોકાણ કરવાનું શરૂ કરશો તેટલા જ વધુ લાભ તમને મળશે. નિયમો અનુસાર 18 વર્ષથી 40 વર્ષની વય વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક (આવકદાતા સિવાય) સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. 60 વર્ષની ઉંમર પછી તેને રૂ.1000 થી રૂ.5000 સુધીનું પેન્શન મળી શકે છે. આ સિવાય તેમાં જમા રકમ ગમે ત્યારે બદલી શકાય છે. એટલે કે તમે તમારી અનુકૂળતા મુજબ વધારો કે ઘટાડો કરી શકો છો. આવકવેરા અધિનિયમ 80C હેઠળ અટલ પેન્શન યોજના (APY) માં રોકાણ પર 1.5 લાખ રૂપિયા સુધીના કર લાભોની સુવિધા પણ છે.

કરદાતાઓને વધુ એક ઝટકો: મોદી સરકારે અટલ પેન્શન યોજનામાં બીજીવાર બદલ્યો નિયમ  | atal pension yojana income tax payers can not apply for apy from oct 2022

અટલ પેન્શન યોજના 2015 માં શરૂ કરવામાં આવી 
ભારત સરકારે 2015-16 માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. મુખ્યત્વે તે લોકો આ યોજનાનો લાભ લઈ શકશે, જેઓ કોઈપણ પ્રકારની સરકારી પેન્શનનો લાભ લઈ શકતા નથી. 18 થી 40 વર્ષના લોકો આ યોજનાઓનો લાભ લઈ શકે છે. આમાં લાભાર્થી દ્વારા જમા કરાયેલા રોકાણ અને વયના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે. આ યોજનાની બીજી મોટી વિશેષતા એ છે કે આ યોજના ગ્રાહકના મૃત્યુ પછી પણ પરિવારને લાભ આપતી રહેશે. જો રોકાણકારનું મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને સ્કીમનો લાભ મળે છે. 

NPS યોજના પણ એક નફાકારક સોદો 
રાષ્ટ્રીય પેન્શન યોજના સીધી સરકાર સાથે જોડાયેલી છે અને આ યોજનામાં તમે દર મહિને 6000 રૂપિયાનું રોકાણ કરીને 60 વર્ષની ઉંમર પછી 50,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. એટલે કે, તમારે દરરોજ 200 રૂપિયાની બચત કરીને આ સ્કીમમાં રોકાણ કરવું પડશે. આ સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિને ઈન્કમ ટેક્સમાં પણ છૂટ મળે છે. NPSમાં રોકાણકારને 80C હેઠળ મુક્તિ તેમજ 80 CCD હેઠળ રૂ. 50,000 સુધીની વધારાની આવકવેરા મુક્તિ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ