બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Walt Disney to start laying off 25 percent of workforce starting next week as job cuts hit

શું કરવું ? / કર્મચારીઓની નોકરીને લાગ્યું ગ્રહણ, વોલ્ટ ડિઝની આગામી સપ્તાહથી 25 ટકા કર્મીની છટણી શરૂ કરશે

Pravin Joshi

Last Updated: 10:43 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અહેવાલ મુજબ, આ છટણી ટીવી, ફિલ્મ, થીમ પાર્ક અને કોર્પોરેટ પદ પર કામ કરતા લોકોને પણ અસર કરશે. કંપનીએ તે તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરી છે, પરંતુ હજુ સુધી તેમનાં નામ જાહેર કર્યાં નથી.

  • વોલ્ટ ડિઝની 25 ટકા કર્મચારીઓને કરશે છુટા
  • ટીવી, ફિલ્મ, થીમ પાર્કમાં  કામ કરતા લોકોને અસર કરશે
  • 7000 કર્મચારીઓની છટણી કરવામાં આવે તેવી શક્યતા

મનોરંજન ઉદ્યોગમાં પણ છટણી મોટા પ્રમાણમાં થઈ રહી છે. વોલ્ટ ડિઝનીમાં છટણીની પ્રક્રિયા અટકી રહી નથી. કંપની ફરીથી આવતા અઠવાડિયે વિવિધ ટીમોમાંથી તેના 25 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. કંપની એન્ટરટેઇન્મેન્ટ વિભાગમાંથી પણ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ, આ છટણી ટીવી, ફિલ્મ, થીમ પાર્ક અને કોર્પોરેટ પદ પર કામ કરતા લોકોને પણ અસર કરશે. કંપનીએ તે તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરી છે, પરંતુ હજુ સુધી તેમનાં નામ જાહેર કર્યાં નથી. રિપોર્ટ અનુસાર, ડિઝની ૨૪ એપ્રિલ સુધી પ્રભાવિત કર્મચારીઓને જાણ કરશે.

કંપનીની તેના કુલ ખર્ચમાં 5.5 બિલિયન ડોલરનો ઘટાડો કરવાની યોજના

ડિઝનીએ ફેબ્રુઆરીમાં જ જાહેરાત કરી હતી કે તે 7000 કર્મચારીઓની છટણી કરશે. નોંધપાત્ર વાત એ છે કે કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 2,20,000 છે. આવી સ્થિતિમાં તે 7,000 કર્મચારીઓની છટણી કરીને કંપની તેના કુલ ખર્ચમાં 5.5 બિલિયન ડોલરનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં ડિઝનીની આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવેમ્બર ૨૦૨૨માં કંપનીને કુલ ૧.૪૭ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. ત્યારથી તેના મુખ્ય કાર્યકારી અધિકારી બોબ ઇગરે કંપનીમાં મોટા પાયે છટણી કરવાની યોજના બનાવી હતી. ડિઝની ઉપરાંત Comcast Corp, NBCUniversal, Warner Bros Discovery Inc અને Paramount Global એ તાજેતરમાં ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

મોટી મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરી 

ડિઝની સિવાય વિશ્વની દિગ્ગજ લીગલ ફર્મ ઇવાય (અર્નેસ્ટ એન્ડ યંગ) ફર્મ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના કુલ કર્મચારીઓના પાંચ ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આમાં લગભગ 3000 લોકોને અસર થશે. કંપની આ છટણી અમેરિકામાં કરવા જઈ રહી છે. અર્ન્સ્ટ એન્ડ યંગ, ડિઝની જેવી કંપનીઓ ઉપરાંત મેટા, ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ વગેરે જેવી ઘણી મોટી કંપનીઓએ તેમના ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ