બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Waiting for DK Sivakumar to become CM is a hurdle 19 cases, ED-CBI also lag behind

કર્ણાટક CM / DK શિવકુમારના CM બનવાની રાહમાં અડચણ છે 19 કેસ, ED-CBI પણ પડી છે પાછળ, કેટલાય મહિના જેલમાં રહ્યા

Priyakant

Last Updated: 08:25 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka CM News: કોંગ્રેસની મુશ્કેલી છે કે, જો DK શિવકુમારને CM બનાવવામાં આવે તો ભાજપ તેમની સામેના કેસોને લઈને કોંગ્રેસ પર હુમલો કરી શકે છે

  • કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ બહુમતીથી જીત પણ CM કોણ ? 
  • DK શિવકુમારના માર્ગમાં સૌથી મોટી અડચણ ફોજદારી કેસો
  • એફિડેવિટ મુજબ DK શિવકુમાર સામે 19 કેસ પેન્ડિંગ, ED-CBI પણ પડી છે પાછળ

કર્ણાટકમાં કોંગ્રેસે પ્રચંડ બહુમતી સાથે મોટી જીત તો મેળવી લીધી પરંતુ હવે મુખ્યમંત્રી પદને લઈ કોકડું ગૂંચવાયું છે. વાત જાણે એમ છે કે, હાલ કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી મુશ્કેલ કામ સાબિત થઈ રહ્યું છે. CM રેસના પ્રબળ દાવેદાર ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સોમવારે દિલ્હી આવવાના હતા પરંતુ ડીકે શિવકુમારે અચાનક દિલ્હીનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, ડીકેને હાઈકમાન્ડના મનની સમજ પડી ગઈ હતી, તેથી તેમણે પ્રવાસ રદ કર્યો હતો. બીજી તરફ દિલ્હીમાં નિરીક્ષકોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

DK શિવકુમારના માર્ગમાં સૌથી મોટી અડચણ ફોજદારી કેસો
તાજેતરની ચૂંટણીમાં આપેલા એફિડેવિટ મુજબ DK શિવકુમાર સામે 19 કેસ પેન્ડિંગ છે. તેમાં મની લોન્ડરિંગ અને બિનહિસાબી સંપત્તિનો સમાવેશ થાય છે. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે, જો તેમને CM બનાવવામાં આવે છે, તો ન ખાલી ભાજપ તેમની સામેના કેસોને લઈને કોંગ્રેસ પર હુમલો કરી શકે છે, પરંતુ એજન્સીઓ ફરી એકવાર તેમના પર કડક કાર્યવાહી શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને હરાવીને તાજેતરમાં ચૂંટણી જીતનારી કોંગ્રેસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કર્ણાટકના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક
જ્યારે ડીકે શિવકુમાર પોતાની પહેલી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે આ માટે પોતાની સંપત્તિ ગીરો રાખવી પડી હતી, પરંતુ આ વખતે તેમની સંપત્તિ દર વર્ષે વધતી રહી. આજે ડીકે શિવકુમાર કર્ણાટકના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક છે. ચૂંટણી એફિડેવિટ મુજબ ડીકે શિવકુમાર પાસે 1400 કરોડથી વધુની સંપત્તિ છે. આ કારણે તે કેન્દ્રીય એજન્સીઓના રડાર પર છે. CBIએ પહેલા તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. આ પછી EDએ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સપ્ટેમ્બર 2018માં શિવકુમાર નવી દિલ્હીમાં કર્ણાટક ભવનના કર્મચારી એ હનુમંતૈયા અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસ કથિત કરચોરી અને હવાલા વ્યવહારો માટે બેંગલુરુની કોર્ટમાં શિવકુમાર અને અન્ય લોકો સામે આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર આધારિત હતો.  આવકવેરા વિભાગે શિવકુમાર અને તેના સહયોગી એસકે શર્મા પર ત્રણ અન્ય આરોપીઓની મદદથી હવાલા દ્વારા નિયમિતપણે મોટા પ્રમાણમાં બિનહિસાબી રોકડ ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો છે. આવકવેરા વિભાગ અને ED દ્વારા અનેક દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સઘન પૂછપરછ બાદ EDએ 3 સપ્ટેમ્બર, 2019ના રોજ શિવકુમારની ધરપકડ કરી હતી. તે 50 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. આ તરફ 23 ઓક્ટોબર, 2019ના રોજ તેમનેજામીન મળ્યા હતા. ડીકે શિવકુમાર પર મની લોન્ડરિંગ, કરચોરી અને અપ્રમાણસર સંપત્તિ માટે 19 કેસ નોંધાયેલા છે. આવા અનેક કેસોમાં ધરપકડની તલવાર લટકી રહી છે. EDએ 26 મે, 2022ના રોજ શિવકુમાર વિરુદ્ધ એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

નોંધનીય છે કે, વર્ષ 2019માં યેદિયુરપ્પા સરકારે ડીકે શિવકુમાર સામે સીબીઆઈ તપાસને લીલી ઝંડી આપી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી ભલામણને પગલે ડીકે સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. ડીકે કર્ણાટક હાઈકોર્ટ પહોંચ્યા અને ચુકાદાને પડકાર્યો. જો કે તેને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. એપ્રિલ 2023માં ચૂંટણી પહેલા હાઇકોર્ટે ડીકેની અરજીને ફગાવી દીધી હતી.

ડીકે શિવકુમારના સીએમ બનવાના માર્ગમાં અવરોધો
મીડીયા અહેવાલો મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બનવાના માર્ગ DK શિવકુમારને અનેક અવરોધો નડી રહ્યા છે. જેમાં તેમની સામે IT, ED અને CBIમાં કેસ, તિહાર જેલમાં સજા, સિદ્ધારમૈયા કરતા ઓછા સામૂહિક અપીલ અને અનુભવનો સમાવેશ થાય છે. આ સાથે એકંદરે તેમની અસર જૂના મૈસુર પ્રદેશ સુધી મર્યાદિત અને અન્ય સમુદાયો તરફથી વધુ સમર્થન ન હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ