બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB VIDEO: A cloud weighs as much as 100 elephants, but why does it not fall down
ADVERTISEMENT
શું તમે ક્યારેય કાળા વાદળોને જોઈને વિચાર્યું છે કેવી રીતે આ વાદળોએ આટલું પાણી અંદર છુપાવીને રાખે છે અને કેવી રીતે તેને અચાનક તે વરસાદ તરીકે વરસી પડે છે, આ વાદળોમાં આટલું પાણી હોય છે કે તેઓ આખા શહેરને પોતાના પાણીથી ભરી શકે એમ છતાં ક્યારેક આ પાણી ધીમી ધારે એટલે કે ઝરમર ઝરમર તો ક્યારેક મુશળધાર રીતે વરસે છે.
ADVERTISEMENT
તો સૌ પ્રથમ એ જાણીએ કે વાદળો શું છે? તો વાદળો પાણીના મોટા ફુગ્ગા જેવા છે, જેમાં ઘણું પાણી એકઠું થાય છે. પણ આ વાદળો પાણીને પોતાની અંદર કેવી રીતે છુપાવી રાખે છે, તો પાણી ત્રણ સ્વરૂપોમાં હોય છે: પ્રવાહી એટલે કે જે આપણે પીએ છીએ, ઘન એટલે કે બરફ જેવા સ્વરૂપમાં અને વાયુ એટલે કે ભેજ સ્વરૂપે અને આપણી આસપાસની હવા ભેજથી ભરેલી હોય છે અને વાદળો પણ તેનાથી જ બનેલા હોય છે.
વાદળની અંદરનું ઠંડું તાપમાન આ ભેજને પ્રવાહીમાં ફેરવે છે અને આ પ્રવાહી વાદળોમાં લાખો, અબજો પાણીના નાના ટીપાંના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. હવે આ પાણીના ટીપાંઓ જમીન પર પડશે કે નહીં, એટલે કે વરસાદ પડશે કે નહીં, તે ઘણા પરિબળો પર નિર્ભર છે.
ADVERTISEMENT
જ્યાં સુધી વાદળના સંપર્કમાં રહેલા આ પાણીના ટીપાં નાના હોય છે ત્યાં સુધી એમનું વજન ખૂબ ઓછું હોય છે અને તે હવામાં તરતા રહે છે.પણ જેમ જેમ વાદળમાં ભેજનું પ્રમાણ વધવા લાગે તેમ તેમ પાણીનો ભાર પણ વધવા લાગે અને તે વરસાદના તરીકે વરસે છે. સાથે જ વરસાદ પડવાની ઘટનામાં પૃથ્વીની ગ્રેવીટી એટલે કે ગરુત્વાકર્ષણ બળ પણ જવાબદાર છે કે વાદળોના પાણીને પોતાની તરફ આકર્ષે છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક ચોરસ માઈલના વિસ્તારમાં પડતો એક ઈંચ વરસાદ 17.4 મિલિયન ગેલન પાણી જેટલો હોય છે અને આટલા પાણીનું વજન લગભગ 143 મિલિયન પાઉન્ડ જેટલું હોય છે એટલે કે વરસાદ પાડતા એક વાદળનું વજન 100 હાથીઓના વજન જેટલું હોય છે.
વધુ વાંચો: VIDEO: હિમાચલ પ્રદેશમાં આવેલ આ ગામમાં નથી મળતો બહારના વ્યક્તિઓને પ્રવેશ
ADVERTISEMENT
પણ અ કરા કેવી રીતે પડે છે? બરફ એ પાણીની સ્થિતિ છે જે પાણી થીજી જવાથી બને છે. ઘણી વખત વાદળોમાં તાપમાન શૂન્યથી નીચે જાય છે જે કારણે ભેજ નાના પાણીના ટીપાં બરફના ગોળાકાર ટુકડાઓમાં ફેરવાય છે. જ્યારે આ ટુકડાઓનું વજન ખૂબ વધી જાય છે, ત્યારે તે નીચે પડવા લાગે છે. જ્યારે બરફના આ ટુકડા નીચે પડે છે, ત્યારે તે વાતાવરણમાં હાજર ગરમ હવા સાથે અથડાય છે અને પીગળવા લાગે છે. સામાન્ય રીતે આ પાણીમાં ફેરવાય છે, પરંતુ બરફના જાડા અને ભારે ટુકડાઓ જે ઓગળતા નથી તે કરા બનીને જમીન પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.