બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Vivek Ramaswamy's rising popularity in the US presidential race: Elon Musk has also become a fan, see what he said

BIG NEWS / USAના રાષ્ટ્રપતિની રેસમાં વિવેક રામાસ્વામીની તેજીથી વધી રહી છે લોકપ્રિયતા: Elon Musk પણ બની ગયા ફેન, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 11:56 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Presidential Election 2024: ભારતીય-અમેરિકન ઉમેદવાર રામાસ્વામીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે અને તેમની સરખામણી બરાક ઓબામા સાથે કરવામાં આવી રહી છે. હવે એલોન મસ્કે એમને "આશાજનક ઉમેદવાર" ગણાવ્યા

  • એલોન મસ્કે રામાસ્વામીને  "આશાજનક ઉમેદવાર" ગણાવ્યા 
  • રામાસ્વામીએ અઢી મહિના પહેલા જ એલોન મસ્કની ટીકા કરી હતી
  • ચીન અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે - રામાસ્વામી

Elon Musk praises Vivek Ramaswamy: અબજોપતિ એલોન મસ્કએ શુક્રવારે ભારતીય-અમેરિકન દાવેદાર વિવેક રામાસ્વામીને રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની પ્રશંસા કરી અને તેમને "આશાજનક ઉમેદવાર" ગણાવ્યા હતા. 38 વર્ષીય રામાસ્વામી રાષ્ટ્રપતિ પદના સૌથી યુવા ઉમેદવાર છે. તેમણે ફેબ્રુઆરીમાં રિપબ્લિકન રાષ્ટ્રપતિની નોમિનેશન હરીફાઈમાં પ્રવેશ કર્યો હતો.

એલોન મસ્કે રામાસ્વામીને  "આશાજનક ઉમેદવાર" ગણાવ્યા 
37 વર્ષીય વિવેક રામાસ્વામી યુએસમાં સૌથી યુવા રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. ભારતીય-અમેરિકન ઉમેદવાર રામાસ્વામી અમેરિકન યુવાનોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને તેમની સરખામણી બરાક ઓબામા સાથે કરવામાં આવી રહી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કએ શુક્રવારે ભારતીય-અમેરિકન યુએસ પ્રમુખપદના ઉમેદવાર વિવેક રામાસ્વામીની પ્રશંસા કરી અને તેમને "આશાજનક" ઉમેદવાર ગણાવ્યા હતા.

રામાસ્વામીએ અઢી મહિના પહેલા જ એલોન મસ્કની ટીકા કરી હતી
ટેસ્લાના માલિક દ્વારા વિવેક રામાસ્વામીના વખાણ પણ આશ્ચર્યજનક છે કારણ કે તેણે માત્ર અઢી મહિના પહેલા જ એલોન મસ્કની ટીકા કરી હતી. એલોન મસ્ક મેના અંતમાં ચીનની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે કિન ગેંગ સાથે ખાસ મુલાકાત કરી હતી રામાસ્વામીએ કહ્યું કે ચીન પોતાના એજન્ડા માટે અમેરિકી ઉદ્યોગપતિઓને કઠપૂતળીની જેમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એલોન મસ્ક ચીન ગયા તે ચિંતાનો વિષય છે. 

ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે ચીનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચીનમાં પોતાનો બિઝનેસ વિસ્તારશે. આના પર પ્રતિક્રિયા આપતા રામાસ્વામીએ સવાલ ઉઠાવ્યો કે મસ્ક કેવી રીતે કહી શકે કે બંને દેશોને સાથે રહેવાના ફાયદા છે.

ધીરે ધીરે વધી રહી છે રામાસ્વામીની લોકપ્રિયતા 
ગુરુવારે જાહેર કરાયેલા રિપબ્લિકન પ્રાથમિક મતદારોના બે નવા મતદાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશાળ માર્જિનથી પ્રથમ સ્થાને દર્શાવે છે પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે અત્યાર સુધી બીજા સ્થાને પોતાનું સ્થાન બનાવનાર રોન ડીસેન્ટિસ હવે ત્રીજા નંબર પર સરકી ગયો છે. રિપબ્લિકન ફર્મ સિગ્નલના વેબ-પેનલ પોલમાં રામાસ્વામીને 11 ટકા સમર્થન મળ્યું છે. તે ડીસેન્ટીસ કરતા 1 પોઈન્ટ આગળ છે.જોકે કેટલાક મતદાન દર્શાવે છે કે ડીસેન્ટીસ હજુ પણ રામાસ્વામીથી આગળ છે.

ચીન અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે
રામાસ્વામીએ કહ્યું છે કે ચીન અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે અને જો તે સત્તામાં આવશે તો બેઈજિંગ સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખશે.' જો તેઓ આવતા વર્ષે વ્હાઇટ હાઉસમાં ચૂંટાય તો ટ્રમ્પને તુરંત જ માફ કરી દેવાની અને રિપબ્લિકન પ્રાઈમરી પોલમાં સારો દેખાવ કરવા બદલ ભૂતપૂર્વ પ્રમુખ પાસેથી વખાણ મેળવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.  યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામાસ્વામીની સતત વધી રહેલી લોકપ્રિયતાએ રોન ડીસેન્ટિસને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ જ કારણ છે કે ડીસેન્ટિસે તેમના કેમ્પેઈન મેનેજર જેનેરા પેકને જેમ્સ ઉથમીયરને બદલી નાખ્યા. ટ્રમ્પ સાથે સારા સંબંધોને કારણે તેઓ ઘણા રિપબ્લિકન લોકોના ફેવરિટ બની રહ્યા છે.

વિવેક રામાસ્વામીનો જન્મ 9 ઓગસ્ટ 1985ના રોજ થયો હતો. વિવેક રામાસ્વામીના માતા-પિતા કેરળમાંથી સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીનું બાળપણ સિનસિનાટી, ઓહાયોમાં પસાર થયું. રામાસ્વામીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને પછી યેલ યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ