ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat laughing for his own performance anushka support him and put a story on instagram

ક્રિકેટ / પત્ની હોય તો આવી! પોતાના જ ખરાબ ફોર્મ પર હસતાં વિરાટના સપોર્ટમાં આવી અનુષ્કા, કરી દીધી આ મોટી વાત

Published By: MayurN

Last Updated: 05:54 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પૂર્વ કપ્તાન વિરાટ કોહલીનું ઘણાં સમયથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ગોલ્ડન ડકનો શિકાર પણ થયા છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પત્ની અનુષ્કાએ સાથ આપતા એક સ્ટોરી પોસ્ટ કરી

ADVERTISEMENT

  • આ આઈપીએલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કઈ ખાસ જોવા ન મળ્યું
  • લોકો વિરાટના ફોર્મમાં આવવાની રાહમાં 
  • ગોલ્ડન ડકનો શિકાર છતાં હસતાં મુખે જોવા મળ્યા કોહલી  

ખુબ ખરાબ પર્ફોમ થઇ રહ્યું છે કિંગ કોહલીનું 
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હજુ સુધી પોતાના ખરાબ ફોર્મથી બહાર નીકળી શક્યા નથી . છેલ્લા કેટલાક સમયથી ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો વિરાટથી નારાઝ હતા કે તે સદી ફટકારી શકતો નથી.  એટલે કે તેને સારી શરૂઆત મળી રહી હતી પરંતુ તે પોતાની ઈનિંગને સેન્ચુરીમાં બદલી શક્યો નહોતો. પરંતુ આઈપીએલની આ સિઝનમાં વિરાટની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 

ખરાબ પરિસ્થિતિમાં પત્ની અનુષ્કાનો સપોર્ટ
વિરાટ કોહલી હવે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ વખતે તે ત્રણ વખત આઇપીએલમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જ્યારે તે ત્રીજી વખત 0 રને આઉટ થયો ત્યારે તે પોતે પણ પોતાના ખરાબ ફોર્મને જોઇને હસતાં હસતાં પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં વિરાટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના Mr Nags ને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ આ હસવાનું કારણ જણાવ્યું હતું. વિરાટના આ હાસ્યને તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ ટેકો આપ્યો છે અને તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનો અર્થ સમજાવ્યો હતો. 

મેં મારી જિંદગીમાં આટલું ખરાબ પ્રદર્શન ક્યારેય નથી કર્યું
આરસીબી ઇનસાઇડર શોમાં કોહલીએ પણ પોતાના ગોલ્ડન ડકની કહાની હસતા હસતા સંભળાવી હતી. તેણે કહ્યું, "મેં મારી જિંદગીમાં આટલું ખરાબ પ્રદર્શન ક્યારેય નથી કર્યું. હું એટલે હસી રહ્યો હતો કે આ રમત મને કયો રંગ બતાવી રહી છે. હવે હું મારી જાતને લાચાર માનું છું." અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિરાટના ઇન્ટરવ્યૂની તસવીર શેર કરતાં લખ્યું છે કે, "જો તમે તમારી ખુદની જાત પર હસી શકતા નથી તો તમે કદાચ સદીના સૌથી મોટા જોક્સને મિસ કરી શકો છો."

હું બહારની બાબતો પર ધ્યાન આપતો નથી. 
આ ઈન્ટરવ્યૂમાં કોહલીએ ખુલીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, તે તેની કારકિર્દીમાં ક્યારેય સતત ગોલ્ડન ડકનો શિકાર બન્યો નથી. કોહલીએ ટીકાકારોને કહ્યું હતુ કે, તે બહારની બાબતો પર ધ્યાન આપતો નથી. કોહલી માટે આ આઇપીએલ કેટલી ફિક્કી પડી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે અત્યાર સુધી રમેલી 12 ઇનિંગ્સમાં માત્ર 216 રન જ બનાવી શક્યો છે, જ્યારે આ દરમિયાન તે 3 વખત ગોલ્ડન ડકનો શિકાર પણ બન્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Cricket Golden duck Virat Kohli Anushka Sharma Virat Kohali

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ