બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / વડોદરા / Violation of DGP circular in Vadodara, P and POLICE written on vehicles found

સૂચનાનું પાલન ક્યાં? / પોલીસ ટ્રાફિક નિયમમાં રહે છે ખરી? VTVએ કર્યું રિયાલિટી ચેક, DGPનો આદેશ ઘોળીને પી ગયા ખાખીધારી

Dinesh

Last Updated: 08:01 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DGPના પરિપત્રના પાલન મુદ્દે કરેલા રિયાલિટી ચેકમાં વડોદરામાં વાહનો પર P અથવા POLICE લખેલું જોવા મળ્યું હતું તો ભાવનગરમાં પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવતા જતાં પોલીસ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું

 

  • વડોદરામાં DGPના પરિપત્રનો ઉલાળિયો 
  • વડોદરામાં વાહનો પર P અને POLICE લખેલું જોવા મળ્યું 
  • ભાવનગર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચેકિંગ

વડોદરાના પોલીસ ભવનમાં જ DGPના પરિપત્રનું ઉલ્લંઘન થયેલું જોવા મળ્યું છે. VTV NEWSએ પરિપત્રના પાલન મુદ્દે કરેલા રિયાલિટી ચેકમાં વાહનો પર P અથવા POLICE લખેલું જોવા મળ્યું હતું. તો કેટલીક કારમાં ડાર્ક ફિલ્મ પણ લગાવેલી જોવા મળી હતું. તો બીજી તરફ ભાવનગરમાં DGPના પરિપત્ર અનુસંધાને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવતા જતાં પોલીસ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટાફના અને પોલીસ પરિવારના અનેક લોકો ઝપટે ચડ્યા હતા.

વડોદરામાં વાહનો પર P કે POLICE લખેલું જોવા મળ્યું 
ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયોમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર કરવાની અને ગાડીઓના કાળા કાચ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ પોલીસકર્મીઓને ફરજિયાત ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. તેમ છતાં વડોદરામાં DGPના પરિપત્રના ઉલાળીયા થયા છે. ટુ-વ્હિલર પર P કે POLICE લખેલું પણ જોવા મળ્યું હતું. રિયાલિટી ચેકમાં પોલીસ જવાનોએ DGPના પરિપત્રનું પાલન ન કર્યાનું સામે આવ્યું છે.

ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચેકિંગ
બીજી તરફ ભાવનગર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવતા જતાં પોલીસ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટાફના અને પરિવારના અનેક લોકો ઝપટે ચડ્યા હતા, પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ વગર, ત્રણ સવારી, સહિતના નિયમભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. ડીજીપી દ્વારા આપવામાં આવેલા આદેશોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે અને જેનું પાલન કરવામાં આવી રહ્યું છે એવું સિટી ડીવાયએસપીએ જણાવ્યું હતું.

 

પંચમહાલ પોલીસની કાર્યવાહી
પંચમહાલ પોલીસે ખાણ ખનીજ અધિકારીના 2 સરકારી વાહનની બ્લેક ફિલ્મ હટાવી છે, રાજ્ય પોલીસ વડાની સૂચનાને પગલે પંચમહાલમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, મને ખબર નથી શા માટે લગાવેલી હતી બ્લેક ફિલ્મ તેમજ હું હાજર થયો તે પહેલાથી જ લગાવેલી ફિલ્મ હતી

પરિપત્રમાં શું જણાવ્યું છે?
- ટ્રાફિકના કર્મચારીઓએ ટ્રાફિકની ફરજ દરમિયાન લાઇટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે.
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં હોય ત્યારે યુનિફોર્મની ગરિમા જળવાઇ તે રીતે ફરજ બજાવવી જોઇએ. જ્યારે યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ.
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હીલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં નહીં જવા સૂચના
- યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ, ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવા સૂચના અપાઈ છે
- ટૂ-વ્હીલ૨ અને ફોર-વ્હીલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઇમ પ્લેટો લગાવેલી હોય છે, જે ન હોવી જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ