બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIJAY RUPANI RESIGNS FROM CM OF GUJARAT
Parth
Last Updated: 03:23 PM, 11 September 2021
ADVERTISEMENT
આજે ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, રાજીનામાં સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર હતું.
રાજીનામું આપતી વખતે રૂપાણીએ શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધુ શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે. ભાજપ દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો તે બદલ આભારી છું.આ સાથે જ તેમણે કહ્યું કે, 5 વર્ષમાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાની જે તક મળી તે બદલ આભારી છું. આગામી સમયગાળામાં સંગઠન દ્વારા જે જવાબદારી આપવામાં આવશે તે હું સુપેરે નિભાવિશ.
ADVERTISEMENT
રાજીનામાં વખતે કોણ કોણ હાજર હતું
નોંધનીય છે કે આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પક્ષના મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર હતા.તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર છે.
વિજય રૂપાણીની રાજકીય સફર
વિજય રૂપાણી વિષે જાણવા જેવુ
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે. લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.