બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / video, residential area,Panther, Jira village, Dhari Gir Amreli,

શ્વાસ અધ્ધર / VIDEO: અમરેલીમાં કપિરાજની માફક દીપડાએ એક છતથી બીજી છત પર કરી ઉછળકુદ, અંતે પુરાયો પાંજરે

Kishor

Last Updated: 11:50 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના ધારી ગીરના જીરા ગામમાં દીપડો રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો હોવાનો વિડિયો વાયરલ થયો હતો.

  • અમરેલીના ધારી ગીરના જીરા ગામમાં રહેણાક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો 
  • દીપડો ગામમાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ
  • દલખાણીયા વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો

અમરેલીના ધારી ગીરના જીરા ગામમાં દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં દીપડો રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો હોવાનું નાજરે પડી રહ્યું છે. એટલું જ નહી દીપડો એક મકાનની છત પરથી બીજા મકાનની છત પર કપીરાજની માફક ઉછળકુદ કરતો હોવાનું પણ દેખાયું હતું. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતાં દલખાણીયા વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો. 

ભારે જહેમત બાદ દીપડાને ટ્રેન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પુરાયો
ગીરના જીરા ગામમાં દીપડાના આંટાફેરા અંગે દલખાણીયા વનવિભાગને જાણ કરાતા સ્ટાફ દોડી આવ્યો હતો. જયા ભારે જહેમત બાદ દીપડાને ટ્રેન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂર્યો હતો. દીપડો પાંજરે પુરાયા બાદ ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે, અમરેલી પંથકમાં છાશવારે દીપડા સહિતના હિંસક પ્રાણીઓ દેખાતા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ