બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO: Asaduddin Owaisi was strongly opposed by the people of Muslim community in Surat, find out what was the whole matter

વિરોધ / VIDEO : સુરતમાં અસદુદ્દીન ઔવેસીનો મુસ્લિમ સમાજના લોકોએ કર્યો જોરદાર વિરોધ, જાણો શું હતો સમગ્ર મામલો

ParthB

Last Updated: 04:09 PM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનો મુસ્લિમ સમાજના લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો.

  • સુરતમાં  AIMIMના અધ્યક્ષ ઓવૈસીનો વિરોધ
  • ઓવૈસીના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો રસ્તે ઉતર્યા
  • લીંબાયતમાં જાહેર સભા અગાઉ કાળા વાવટા

 ગુજરાતના પ્રવાસે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી

ગુજરામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતાંની સાથે જ વિવિધ પાર્ટીઓના નેતાઓની અવર-જવર વધી ગઈ છે. રાહુલ ગાંઘી, અરવિંદ કેજરીવાલ, અને ભાજપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે હવે આ કડીમાં AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે

સુરતમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ

AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. જો કે સુરત આવેલા અસદુદ્દીન ઔવેસીને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મીઠીખાડી વિસ્તારનાં મુસ્લિમ સમાજ  દ્વારા તેના વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ઔવેસીનો કાળા વાવટા બતાવીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. ગઈ કાલના રોજ રાત્રે ઓવૈસીની લીંબયત વિસ્તારમાં જાહેર સભા હતી.  

ભાજપની બી ટીમ તરીકે ઓવૈસી કામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

જો કે સુરતમાં અસદુદ્દીન ઔવેસી સાથે વિરોધ બાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસીને ભાજપ અને RSSના એજન્ટ ગણાવવામાં આવ્યા છે.કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના આક્ષેપો બાદ સમર્થકો વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

AIMIM Asaduddin Owaisi Muslim community surat અસદુદ્દીન ઓવૈસી એઆઈએમઆઈએમ મુસ્લિમ સમાજ સુરત surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ