બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vasant panchami 2024: know its date shubh muhurat aarti labh

ધર્મ / વસંત પંચમી પર મા સરસ્વતીને પ્રસન્ન કરવા અચૂક કરો આટલા કામ, નોટ કરી લો વિધિ અને મુહૂર્ત

Vaidehi

Last Updated: 08:11 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વસંતપંચમી તહેવાર વિશ્વભરમાં ઊજવવામાં આવશે. વર્ષનાં કેટલાક વિશેષ શુભ કાળમાંથી આ એક હોવાને લીધે તેને 'વણમાંગ્યુ મુહૂર્ત' પણ કહેવામાં આવે છે.

  • આજે વસંતપંચમીનો શુભ તહેવાર
  • આજનાં દિવસે માં સરસ્વતીનું પૂજન કરવું જોઈએ
  • શુભ મુહૂર્તમાં વિધિપૂર્ણ પૂજન કરવાથી સારું ફળ મળે છે

વસંત પંચમીનો તહેવાર દરવર્ષે માગસર મહિનાનાં શુક્લ પક્ષની પંચમીનાં દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી આજે એટલે કે 14 ફેબ્રુઆરી 2024નાં રોજ છે. શાસ્ત્રોમાં વસંત પંચમીને વર્ષની સૌથી શુભ તિથિઓમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે આજનાં દિવસે જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતીનું વિધિવત પૂજન કરવાથી જીવનનાં તમામ કષ્ટ દૂર કરી શકાય છે. માંગલિક કાર્ય જેવાકે લગ્ન માટે આ તિથિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

શુભ મુહૂર્ત
હિંદૂ પંચાગ અનુસાર માગસર મહિનાનાં શુક્લ પંચમી તિથિ એટલે કે વસંત પંચમી 13 ફેબ્રુઆરીનાં બપોરે 02.41 વાગ્યાથી શરૂ થઈને 14 ફેબ્રુઆરી બપોરે 12.09 વાગ્યા સુધી રહેશે. આ દિવસે સરસ્વતી માતાનું પૂજન કરવાનો શુભ મુહૂર્ત સવારે 7 વાગ્યાથી બપોરે 12.41 વાગ્યા સુધી રહેશે.

માં સરસ્વતીનાં પૂજનની વિધિ
વસંત પંચમીનાં દિવસે પીળા, વસંતી કે સફેદ વસ્ત્રો ધારણ કરવા. કાળા કે લાલ રંગનાં વસ્ત્રો ન પહેરવાં. પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરવી. સૂર્યોદય બાદ અઢી કલાક કે સૂર્યાસ્ત બાદ અઢી કલાક સુધી આ કાર્ય કરવું. માં સરસ્વતીને શ્વેત ચંદન, પીળા અને સફેદ પુષ્પ ચઢાવવા. પ્રસાદમાં શાકર, દહીં સમર્પિત કરવું. કેસર મિશ્રિત ખીર અર્પિત કરવું સર્વોત્તમ રહેશે. "ॐ ऐं सरस्वत्यै नमः"નો જાપ કરવો જોઈએ.

जय सरस्वती माता, मैया जय सरस्वती माता ।
सदगुण वैभव शालिनी, त्रिभुवन विख्याता ॥

जय जय सरस्वती माता...

चन्द्रवदनि पद्मासिनि, द्युति मंगलकारी ।
सोहे शुभ हंस सवारी, अतुल तेजधारी ॥

जय जय सरस्वती माता...

बाएं कर में वीणा, दाएं कर माला ।
शीश मुकुट मणि सोहे, गल मोतियन माला ॥

जय जय सरस्वती माता...

देवी शरण जो आए, उनका उद्धार किया ।
पैठी मंथरा दासी, रावण संहार किया ॥

जय जय सरस्वती माता...

विद्या ज्ञान प्रदायिनि, ज्ञान प्रकाश भरो ।
मोह अज्ञान और तिमिर का, जग से नाश करो ॥

जय जय सरस्वती माता...

धूप दीप फल मेवा, माँ स्वीकार करो ।
ज्ञानचक्षु दे माता, जग निस्तार करो ॥

जय जय सरस्वती माता...

माँ सरस्वती की आरती, जो कोई जन गावे ।
हितकारी सुखकारी, ज्ञान भक्ति पावे ॥

जय जय सरस्वती माता...
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ