બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / વડોદરા / Vadodara police started running after seeing posters against MP Ranjanben Bhatt

લોકસભા ચૂંટણી 2024 / વડોદરામાં MP રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગતા પોલીસ દોડતી થઇ ગઇ, ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

Ajit Jadeja

Last Updated: 03:48 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંગમ અને કારેલી બાગ વિસ્તારની સોસાયટીમાં જનતા માગે હિસાબના પોસ્ટર લાગ્યા છે. MLA મનીષાબેન વકીલના જનસંપર્ક રોડ પરની સોસાયટીમાં પણ પોસ્ટરો લાગ્યા

Vadodara Posterwar: લોકસભા ચૂંટણી સમયે વડોદરામાં બે દિવસથી રાજકીય માહોલ ગરમાયો છે. શહેરમાં રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ બેનર લાગ્યા છે જેને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે બેનરો કોણે લગાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. ચૂંટણી પંચે પોસ્ટર મામલે તપાસના આદેશ આપ્યા છે અને રીપોર્ટ માગ્યો છે.

સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરાઇ

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ બેનર લાગ્યા છે. સંગમ અને કારેલી બાગ વિસ્તારની સોસાયટીમાં જનતા માગે હિસાબના પોસ્ટર લાગ્યા છે. MLA મનીષાબેન વકીલના જનસંપર્ક રોડ પરની સોસાયટીમાં પણ પોસ્ટરો લાગ્યા છે. 'વડોદરાનો વિકાસ ક્યાં ગયો, જનતા માગે હિસાબ'નો પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે. લોકસભાની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે આચારસંહિતા લાગુ પડી ગઇ છે. આ બેનરો કોણે લગાવ્યા તેની તપાસ કરવા ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જેને લઇને પોલીસ બેનર લગાડનાર શખ્સની તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજની ચકાસણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ પહોંચી છે. તેમ જ ચૂંટણી પંચે પોસ્ટર મામલે રિપોર્ટ માગતા વડોદરા પોલીસની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ '...તો ભાજપ સીધું ઝીરોએ આવી જશે, આ ખોટું કરી રહ્યાં છે', શું મધુ શ્રીવાસ્તવ પણ પાર્ટીથી નારાજ?

ગઇકાલે રાત્રે લાગ્યા પોસ્ટરો

લોકસભાની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે ભાજપ માટે વડોદરામાં એક પછી એક પડકાર આવી રહ્યા છે ગઇકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા પ્રદેશ નેતૃત્વ દોડતુ થયુ હતુ. જો કે કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા તેમની સાથે સી.આર.પાટીલ સહિતના નેતાઓએ બંધ બારણે બેઠક કરી તેમની મનાવી લીધા હતા. સાંજ પડતા સુધીમાં મામલો થાળે પડી ગયો હતો પરંતુ આજે સતત બીજા દિવસે ભાજપ માટે વડોદરાથી દોડાવતા સમાચાર આવ્યા છે.  રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા બેઠક માટે ત્રીજી વખત રિપીટ કરાયા છે. જે બાદ અનેક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં ગઇકાલે મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આ સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના બોર્ડ પાસે પણ રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાયા હતા. ચુંટણી પંચે પણ આ મામલાને ગંભીરતાથી લેતા તપાસના આદેશ કર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ