બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Vadodara District Election Officer Announcement Released

ઇલેક્શન 2022 / ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂલથી પણ આ નિયમનો ભંગ ના કરતા, વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું જાહેર

Malay

Last Updated: 10:54 AM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. સાથે જ પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5 લોકો જ બેસી શકશે.

 

  • વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ બહાર પાડ્યું જાહેરનામું 
  • ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજીયાત
  • વાહન પર વધારાની એસેસરીઝ ફીટ કરેલી હશે તો લેવી પડશે RTOની મંજૂરી 
  • જાહેરનામાનો ભંગ કરનારને ફટકારવામાં આવશે સજા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર માટે કે પક્ષ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી તેને વાહનની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5થી વધુ લોકો નહીં બેસી શકે
ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવેલા વાહનો સિવાય અન્ય કોઈપણ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. સાથે જ પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હીલરમાં 5 જ લોકો બેસી શકશે.

જાહેરનામાનો ભંગ કરનારને ફટકારવામાં આવશે સજા
જાહેરનામા અનુસાર, ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહન પર વધારાની એસેસરીઝ ફીટ કરેલી હશે તો RTOની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની રૂમમાં 5 વ્યક્તિને જ પ્રવેશ અપાશે. આ જાહેરનામાનો ભંગ કરનારને સજા ફટકારવામાં આવશે. 

200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓને મંજૂરી નહીં
મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ 200 મીટરની ત્રિજ્યામાં ટેબલ ખુરશી કે છત્રી પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 200 મીટર ત્રિજ્યાની બહાર 1 ટેબલ, 2 ખુરશી અને 1 છત્રી રાખી શકાશે. 200 મીટર ત્રિજ્યા બહાર રાવટી, તંબુ કે મંડપ બાંધવા પર રોક લગાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ