બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Vadodara Corporation E-WASTE Collection Project will be relaunched

રિલોન્ચ / વડોદરામાં જન જાગૃતિના અભાવે અટકી પડેલા ઈ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટને ફરી વખત શરૂ કરાશે, કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગતા રેલો

Vishnu

Last Updated: 08:05 PM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ-2021માં કોર્પોરેશનને ઈ-વેસ્ટ કલેક્શન પેટે માત્ર રૂપિયા 30,700 મળ્યા હતા. ત્યાર બાદ એકપણ રૂપિયાની આવક થઈ નથી.

  • તંત્રના આયોજનનો E-WASTE 
  • E-WASTE કલેક્શન પ્રોજેક્ટ મરણપથારીએ
  • અધિકારીઓના પ્રોજેક્ટને રિલોન્ચ કરવાના દાવા

એક સમયે ઈ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ ચીંધનાર વડોદરા કોર્પોરેશનનો ઈ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણપથારીએ પડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અવોર્ડ વિજેતા પ્રોજેક્ટ અંગે માહિતી માગવામાં આવી છે. પરંતુ આ VMCનો આ પ્રોજેક્ટ ઠપ્પ પડ્યો હોવાથી કોર્પોરેશન ફરીવાર આ પ્રોજેક્ટને રિલોન્ચ કરશે. 

VMC ફરીવાર આ પ્રોજેક્ટને રીલોન્ચ કરશે..!
અત્રે ઉલ્લેખનીય છે કે, VMCના આ પ્રોજેક્ટની શરૂઆત 16 ફેબ્રુઆરી 2014ના રોજ થઈ હતી. પરંતુ આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ એમાં તબક્કાવાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. ટેલીવિઝન, ફ્રીજ,એસી, મોબાઈલ સહિતનો વેસ્ટ એજન્સી દ્વારા કલેક્ટ કરાવાની યોજના હતી. જેને રિયાકલ પણ કરવામાં આવતુ હતુ. પરંતુ આ પ્રોજેક્ટ હાલમાં મરણપથારીએ પડ્યો છે. વર્ષ 2021માં કોર્પોરેશનને ઈ-વેસ્ટ કલેક્શન પેટે માત્ર રૂપિયા 30,700 મળ્યા હતા. ત્યાર બાદ એકપણ રૂપિયાની આવક થઈ નથી. હવે જ્યારે કેન્દ્ર દ્વારા આ પ્રોજેક્ટની માહિતી માગવામાં આવી છે ત્યારે VMC ફરીવાર આ પ્રોજેક્ટને રીલોન્ચ કરવાનુ જણાવી રહી છે.

શું હતું આયોજન?
ઇ-વેસ્ટ કલેક્શનમાં વડોદરાએ સમગ્ર દેશમાં આગવી પહેલ શરૂ કરી હતી, જેમાં કોમ્પ્યુટર, મોબાઈલ, ટી.વી., સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરાબ થઈ ગઈ હોય તો એને જ્યાં-ત્યાં રસ્તા પર કે જાહેર જગ્યાએ ફેંકવાના બદલે કોર્પોરેશનની નિયત કરેલી એજન્સીને આ કચરો સુપરત કરી શકાય. આ માટે કોર્પોરેશને ટોલ ફ્રી નંબર પર થી ઈ-વેસ્ટ કલેકશન પછી એના નિકાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. એટલું જ નહીં, ઇ-વેસ્ટ કલેક્શનમાંથી કેટલીક વસ્તુ જે રિસાઇકલ કરી કામમાં લઈ શકાય તથા અન્ય સામગ્રી પેટે ઇ-વેસ્ટ ઘરે ઘરેથી ભેગું કરતી એજન્સી કુલ રકમના 12 ટકા કોર્પોરેશનને ચૂકવે છે.

કેમ આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો?
શરૂઆતના સમયમાં વર્ષમાં હોંશે હોંશે આ પ્રોજેક્ટ ની સતાધીશો જાહેરાત કરતા હતા.જેના લીધે કોર્પોરેશનને નોંધપાત્ર આવક થતી હતી, પરંતુ કોરોના બાદ ઈ-વેસ્ટ કલેકશનની આવક અત્યંત ઓછી થઈ ગઈ છે. એક તરફ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે, તેથી ઉપકરણો પણ બદલાઈ રહ્યા છે, ત્યારે ઈ-વેસ્ટ કલેક્શનની અસરકારક કામગીરી થાય તો કોર્પોરેશનને એનાથી બહોળી આવક થાય તેવી પણ શક્યતાઓ છે...

વડોદરાને ઇ વેસ્ટ માટે રાષ્ટ્રીય કક્ષાનો ગોલ્ડન અવૉર્ડ મળ્યો
અને એવી જ રીતે કોર્પોરેશનને ઇ-ઈન્ડિયા અવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તમામ ઉપલબ્ધિઓ વચ્ચે વડોદરા કોર્પોરેશન ઇ-વેસ્ટ કલેક્શન તથા તેના કચરાના નિકાલમાં છેલ્લા કેટલાક સમયથી કામગીરી માં નીરસતા દાખવી રહી છે તે પણ સાબિત થાય છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ