બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / હવેથી ઓનલાઇન શોપિંગ પર આપવા પડશે એક્સ્ટ્રા રૂ. 49, કયા ગ્રાહકોને થશે સીધી અસર?

તમારા કામનું / હવેથી ઓનલાઇન શોપિંગ પર આપવા પડશે એક્સ્ટ્રા રૂ. 49, કયા ગ્રાહકોને થશે સીધી અસર?

Last Updated: 06:25 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન શોપિંગ કરતા લોકોને તેમના ખિસ્સામાંથી હવે વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે. કેમ કે, એમેઝોન દ્વારા ગઈકાલથી 49 રૂપિયા પ્રોસેસિંગ ફી લાગુ કરી છે.

જે જે લોકો ઓનલાઇન શોપિંગ કરે છે તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી એમેઝોનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકોએ 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી તેવા લોકો પાસેથી લેવામાં આવશે જેઓ ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ એટલે કે IBD નો ઉપયોગ કરે છે. જો ડિસ્કાઉન્ટ 500 રૂપિયાથી વધુ હોય તો ગ્રાહકે 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી એમેઝોન દ્વારા હમણાં જ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ નિયમ ગઈકાલથી જ અમલમાં આવ્યો છે.

  • એમેઝોને શું કહ્યું ?
    આ અંગે એમેઝોને જણાવ્યું કે આ ફી તેના પ્લેટફોર્મ પર "બેંક ડિસ્કાઉન્ટ ઑફર્સને એગ્રીગેટ, મેનેજ કરવા અને પ્રોસેસ કરવા માટેના ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે." જેથી લોકોએ હવે ઓનલાઈન ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવું પડશે કે તેઓ કેટલી બચત કરી રહ્યા છે.
  • 10,000ની ખરીદી માટે કેટલી ફી વસુલાશે?

એમેઝોન દ્વારા વસૂલવામાં આવતા ચાર્જને ધ્યાનથી સમજવાની જરૂર છે. મતલબ કે જો તમે 10,000 રૂપિયામાં ખરીદી કરો છો અને 10% બચત એટલે કે 1,000 રૂપિયા બેંક ડિસ્કાઉન્ટ તરીકે મેળવો છો તો 9,000 રૂપિયા ચૂકવવાને બદલે તમારે 9,049 રૂપિયા ચૂકવવા પડશે.

  • ફ્લિપકાર્ટ પહેલાથી જ કરી રહ્યું છે પ્રોસેસિંગ ફી વસૂલ

એમેઝોને જે ફી વસૂલવાનું શરૂ કર્યું છે તે ફ્લિપકાર્ટ દ્વારા પણ વસૂલવામાં આવી રહી છે. ગઈકાલથી અમલમાં આવેલ આ ચાર્જ એમેઝોન પ્રાઇમ સભ્યો પર પણ લાગુ થશે. જો તમે ઓર્ડર કેન્સલ કરો છો અથવા પરત કરો છો તો પણ આ ફી પરત કરવામાં નહીં આવે. એટલે કે તમારે 49 રૂપિયા ચૂકવવા જ પડશે.

Online Shoping (2)
  • બેંક ડિસ્કાઉન્ટ વખતે રાખો ધ્યાન
    ઓનલાઇન કસ્ટમરે હવે ધ્યાન આપવું પડશે કે તેમને કેટલું બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો બેંક ડિસ્કાઉન્ટ 500 રૂપિયાથી ઓછું હોય તો કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં નહીં આવે. રિપોર્ટ મુજબ એમેઝોન હેલ્પ સેન્ટરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઓર્ડર કેન્સલ કરવામાં આવે કે પરત કરવામાં આવે તો પણ પ્રોસેસિંગ ફી પરત કરવામાં નહીં આવે.

વધુ વાંચો : હવેથી એક ઝાટકે પેન્શનરોની ફરિયાદનું થઇ જશે સમાધાન! સરકાર લેવા જઇ રહી છે મોટો નિર્ણય

  • બદલી શકો છો પેમેન્ટ મોડ
    હવે ઓનલાઈન ખરીદી કરતી વખતે લોકોએ પેમેન્ટ કઈ રીતથી કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પડશે. જો બેંક ડિસ્કાઉન્ટ 500 રૂપિયાથી વધુ હોય તો પેમેન્ટની રીત બદલી શકાય છે. જો કોઈ યુઝર્સ પ્રોડક્ટ પરત કરવાના મૂડમાં ન હોય તો તે 49 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવી શકે છે. જેથી એમ કહી શકાય કે લોકોને બેંકોમાં મળતું ડિસ્કાઉન્ટ હવે ઓછુ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Shopping Amazon Processing Fee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ