બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / અજબ ગજબ / Useless! Garbage started to be made from petrol and diesel, 600 liters per day

હીટ આઈડિયા / નકામું બન્યું કામનું ! કચરામાંથી બનવા લાગ્યું પેટ્રોલ અને ડીઝલ, રોજનું 600 લીટર તૈયાર

Hiralal

Last Updated: 09:34 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકી દેશ ઝામ્બિયામાં કચરા, નકામા ટાયર અને ભંગારમાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવવાનું શરુ કરાયું છે.

  • દુનિયાની કાયાપલટ કરી નાખનારી પહેલ
  • આફ્રિકી દેશ ઝામ્બિયાએ કરી અનોખી પહેલ
  • ઝામ્બિયાની કંપનીએ કચરામાંથી બનાવી રહી છે પેટ્રોલ અને ડીઝલ 

ક્રુડ ઓઈલમાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવાય છે તેવી તો બધાને ખબર છે પરંતુ હવે દુનિયામાં એક દેશે તો કચરામાંથી ઈંધણ તૈયાર કરવાનું શરુ કરી દીધું છે. દક્ષિણી આફ્રિકી દેશ ઝામ્બિયામાં  પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારત જેવા દેશમાં જ્યાં પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ હોય છે ત્યાં આ ફોર્મ્યુલાથી સરળતાથી પેટ્રોલ અને ડીઝલ તૈયાર કરી શકાય છે.

કચરામાંથી દરરોજ 600થી 700 લિટર પેટ્રોલ બનાવાય છે 

ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન કચરા,  જૂના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી દરરોજ 600થી 700 લિટર પેટ્રોલ તૈયાર કરીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આપી રહી છે. કંપનીનું લક્ષ્ય દેશમાં પેટ્રોલ અને ડીઝલની આયાત ઘટાડવાનું છે. જામ્બિયામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પહેલમાં પેટ્રોલ-ડીઝલની આયાતમાં ઘટાડો થશે અને દેશમાં પ્લાસ્ટિક અને રબરના કચરામાં ઘટાડો થશે.

આવી રીતે બનાવે છે પેટ્રોલ 
કંપનીએ કચરા,  જૂના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી કેવી રીતે પેટ્રોલ બનાવે છે તેનો પણ ખુલાસો કર્યો છે.  રબરના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બાઓને કાપીને મોટી ભઠ્ઠીમાં મુકવામાં આવે છે. ઊંચા તાપમાને તેને રિએક્ટરમાં સળગાવવામાં આવે છે અને પેટ્રોલ ઇંધણનું ઉત્પાદન કરવા માટે કેટલાક ઉદ્દીપકોને મિશ્ર કરવામાં આવે છે. આ રીતે શુદ્ધ પેટ્રોલ અને ડીઝલ મળે છે.  સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મુલેન્ગાએ જણાવ્યું હતું કે જો અમે અમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીશું તો દેશમાં 30 ટકા સુધી ઇંધણની જરૂરિયાત પૂરી કરી શકીશું.

દુનિયા માટે નવી પહેલ
વિશ્વના ઘણા દેશોમાં વધતો કચરો પર્યાવરણ માટે અનેક રીતે ખતરો વધારી રહ્યો છે. એક અંદાજ મુજબ, વિશ્વમાં લગભગ 8.3 અબજ ટન પ્લાસ્ટિક હાજર છે. જો આ રીતે પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો આખી દુનિયામાંથી કચરો દૂર થઈ જશે. આ સાથે ઈંધણ મેળવવાનો રસ્તો પણ સાફ થઈ જશે. જો આ પ્રયોગ સફળ થશે તો ભારત જેવા દેશમાં જ્યાં પ્લાસ્ટિકનો ઘણો કચરો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સરળતાથી તૈયાર કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ