બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / us returned man tests positive for omicron in mumbai bmc says he had taken three doses of vaccine

ચિંતાજનક / USથી મુંબઈ આવનાર વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત, BMCએ કહ્યું તેને લાગી ચૂક્યા છે રસીના 3 ડોઝ

Dharmishtha

Last Updated: 12:39 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાથી પાછો ફરેલો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે. હેરાન કરનારી વાત એ છે કે તેણે ફાઈઝરની કોરોના રસીના ત્રણ ડોઝ લીધા છે.

  • ફાઈઝરની કોરોના રસીના ત્રણ ડોઝ લીધા છતાં ઓમિક્રોન સંક્રમિત
  • અમેરિકાથી પાછો ફર્યો હતો આ વ્યક્તિ
  • આ વ્યક્તિના સંપર્કમાં આવનારા 2 વ્યક્તિ નેગેટિવ આવ્યા

ફાઈઝરની કોરોના રસીના ત્રણ ડોઝ લીધા છતાં ઓમિક્રોન સંક્રમિત

બૃહન્મુંબઈ નગરપાલિકાએ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું કે અમેરિકાથી પાછો ફરેલો 29 વર્ષીય વ્યક્તિ શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યો છે.  હેરાન કરનારી વાત એ છે કે આ વ્યક્તિએ ફાઈઝરની કોરોના રસીના ત્રણ ડોઝ લીધા છે. જોકે વ્યક્તિમાં કોરોનાના કોઈ લક્ષણો નથી જોવા મળ્યા.

આ વ્યક્તિના સંપર્કમાં આવનારા 2 વ્યક્તિ નેગેટિવ આવ્યા

એરપોર્ટ પર 9 નવેમ્બરે થયેલા કોરોના ટેસ્ટમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમના સેમ્પલમાં જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા હતા. બીએમસીએ એમ પણ જણાવ્યું કે આ વ્યક્તિના સંપર્કમાં આવનારા 2 વ્યક્તિ નેગેટિવ આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની સંખ્યા વધીને 40 થઈ 

બીએમસીના જણાવ્યાનુસાર દર્દીને સાવચેતીના ભાગ રુપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.  આ બાદમાં મુબઈમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કુલ મામલા વધીને 15 થઈ ગયા છે. જો કે તેમાંથી 13 ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બીએમસીએ એમ પણ જણાવ્યું કે હજું સુધી મળેલા 15માંથી એક પણમાં કોરોનાના લક્ષણો જોવા નથી મળ્યા. જો કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Positive omicron ઓમિક્રોન કોરોના વાયરસ મુંબઈ Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ