બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Urvashi Rautela Allegedly Receives A Marriage Proposal From Pakistani Bowler Naseem Shah

પડોશી લપેટાયો / પંતને ઈર્ષા થઈ જશે ! 'ઉર્વશી રૌતેલાની ઈચ્છા હોય તો લગ્ન કરવા તૈયાર', મોટા ક્રિકેટરે એક્ટ્રેસને કર્યું પ્રપોઝ

Hiralal

Last Updated: 04:42 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવાની ઈચ્છા પાક.ક્રિકેટર નસીમ શાહે વ્યક્ત કરી છે.

  • પાક.ક્રિકેટર નસીમ શાહને ગમી 'ઉર્વશી રૌતેલા
  • કહ્યું ઉર્વશીની ઈચ્છા હોય તો લગ્ન કરવા તૈયાર
  • ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે પણ ઉર્વશીના અફેરની ચર્ચા 

સાઉથ અને બોલીવૂડની ફિલ્મોમાં દેખાતી ઉર્વશી રૌતેલા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ હેડલાઇન્સમાં રહે છે. કેટલીકવાર તે પોતાની પોસ્ટ વિશે ગ્લેમર લુકથી લાઇમલાઇટ લે છે. આ ઉપરાંત અભિનેત્રી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે પણ ઉર્વશીના અફેરની ચર્ચા ચાલી રહી છે આ બધાની વચ્ચે પણ ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પણ જોડાયું છે. ક્રિકેટર નસીમ શાહે  એક વીડિયોમાં ઉર્વશી રૌતેલાને ખુલ્લેઆમ પ્રપોઝ કર્યું છે. 

નસીમ શાહનો વીડિયો વાયરલ 
સોશિયલ મીડિયા પર એક વિડિયો વધુને વધુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહે મીડિયા સાથેની વાતચીતમાં આડકતરી રીતે  ઉર્વશી સામે લગ્નનો સીધો પ્રસ્તાવ મૂક્યો છે. વીડિયોમાં એક પત્રકારનું કહેવું છે કે, ઉર્વશી રૌતેલા ભારતની એક અભિનેત્રી છે. ત્યારે તેમના લગ્ન વિશે બીજો સવાલ પૂછવામાં આવે છે. ક્રિકેટર નસીમ શાહ કહે છે, 'જો હું કોઈ મેસેજ આપું તો તમે લોકો તેને વાયરલ કરી દેશો. દુલ્હન તૈયાર છે, તેથી હું લગ્ન કરીશ.

2022ના એશિયા કપ વખતે ઉર્વશીએ નસીમની રીલ શેર કરી હતી 
એશિયા કપ 2022 દરમિયાન ઉર્વશી રૌતેલાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નસીમ શાહ સાથેની રીલ શેર કરી હતી. જેની ઘણી ચર્ચા થઈ હતી. જો કે, તે પછી ક્રિકેટરે કહ્યું કે તે કોણ છે, તે કોઈ ઉર્વશી રૌતેલાને જાણતો નથી. ત્યારથી જ એવી ચર્ચા હતી કે ઉર્વશી રૌતેલા અને નસીમ શાહ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આ ક્રિકેટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવાની વાત કરતો જોવા મળી રહ્યો છે. નસીમ શાહની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ઉર્વશી રૌતેલા વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. નસીમ શાહ પાકિસ્તાનની ટીમના શ્રેષ્ઠ બોલરોમાંના એક છે. તે દેખાવમાં એકદમ હેન્ડસમ છે અને ઉર્વશીની જેમ તે પણ ખૂબ જ ગોરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ