બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / update on ChatGPT: direct competition to Google, real-time response, amazing features

ટેક્નોલોજી / ChatGPT પર ઈન્ટરનેટની દુનિયા બદલી નાંખે તેવું અપડેટ: Google ને આપશે સીધી ટક્કર, રિયલ ટાઈમ આપશે જવાબ, ફીચર્સ જાણી ચોંકી જશો

Megha

Last Updated: 12:09 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીએ કહ્યું "અમે ChatGPTમાં નવી વૉઇસ અને ઇમેજ ક્ષમતાઓ ઉમેરી રહ્યા છીએ." આના દ્વારા, તમે ChatGPT પર બોલીને અથવા ઇમેજ બતાવીને કંઈક સર્ચ કરી શકશો.

  • OpenAI નું ચેટટૂલ ChatGPT હવે પહેલા કરતા વધુ સ્માર્ટ બની ગયું 
  • ChatGPT હવે ઈન્ટરનેટ સર્ફ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે
  • ChatGPT પર બોલીને અથવા ઇમેજ બતાવીને કંઈક સર્ચ કરી શકશો

ChatGPT ને એક મોટું અપડેટ મળ્યું છે જે AI ચેટબોટને વધુ સારું બનાવશે. પહેલા તે માત્ર સપ્ટેમ્બર 2021 સુધી માહિતી આપતું હતું પરંતુ હવે આના દ્વારા તમને રિયલ ટાઈમમાં જવાબો મળશે. OpenAI એ પુષ્ટિ કરી છે કે ChatGPT હવે ઈન્ટરનેટ સર્ફ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. 

આ સર્વિસ ChatGPT પ્લસ ગ્રાહકો અને એન્ટરપ્રાઇઝ યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ કંપનીએ એમ પણ કહ્યું છે કે આ સુવિધા ટૂંક સમયમાં નોન-પ્લસ સભ્યો માટે પણ શરૂ કરવામાં આવશે. OpenAI એ પણ જાહેરાત કરી છે કે ChatGPT હવે તેના યુઝર્સ સાથે વૉઇસ આસિસ્ટન્સ તરીકે પણ કામ કરશે. 

કંપનીએ કહ્યું "અમે ChatGPTમાં નવી વૉઇસ અને ઇમેજ ક્ષમતાઓ ઉમેરી રહ્યા છીએ." આના દ્વારા, તમે ChatGPT પર બોલીને અથવા ઇમેજ બતાવીને કંઈક સર્ચ કરી શકશો. જો જોવામાં આવે તો કંપનીનો આ નિર્ણય ઘણો મદદગાર સાબિત થશે. કારણ કે લોકો કોઈપણ પ્રશ્નના જવાબ સરળતાથી મેળવી શકશે.' એટલે જોવામાં આવે છે કે તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા છો અને તમને એક રસપ્રદ સીમાચિહ્ન દેખાય છે. ફક્ત તેને જોવાને બદલે, તમે ફોટો લઈ શકો છો અને પછી ChatGPT સાથે લાઈવ વાતચીત શરૂ કરી શકો છો. આમાં તમે જાણી શકો છો કે આ સ્થળ શા માટે ઐતિહાસિક છે.

એ જ રીતે, જ્યારે તમે ઘરે પાછા આવો છો ત્યારે આજે શું બનાવવું તે વિચારતા હો, ત્યારે તમે તમારા ફ્રિજ અને પેન્ટ્રીનો ફોટો લઈ શકો છો. ChatGPT તમને તે વસ્તુઓ સાથે શું બનાવી શકો તે જોવામાં મદદ કરી શકે છે. તમે શું બનાવી શકશો તે તમે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી શકો છો. આ રીતે તમે ઘણા કાર્યો સરળતાથી કરી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ