બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Unseasonal rain is predicted in the state, scattered rain may occur in some districts of the state today

વરસાદ / કડકડતી ટાઢ વચ્ચે ગુજરાતના 21 તાલુકામાં પડ્યું માવઠું, આજેય અરવલ્લી સહિતના વિસ્તારો પર મુસીબત

Dinesh

Last Updated: 08:14 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar update: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, અરવલ્લી, ખેડામાં, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
  • કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદ પડી શકે છે

gujarat wethar update: અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનનાં કારણે ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. ત્યારે સર્કયુલેશનનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. 

ગુજરાતમાં 5 દિવસમાં માત્ર આ બે જિલ્લામાં વરસાદની આગાહી: હાલ નથી સક્રિય કોઈ  સિસ્ટમ | Rainfall forecast by Meteorological Department

કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. અરવલ્લી, ખેડામાં, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 

આગામી 4 દિવસ ખેડૂતો માટે અતિ ભારે! ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની  શક્યતા | The Meteorological Department has predicted unseasonal rain from  April 25 to 28

24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બાલાસિનોરમાં સવા ઈંચ, ગળતેશ્વરમાં પોણો ઈંચ અને લુણાવાડામાં પોણો ઈંચ, મોરવા-હડફમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વિજયનગરમાં અડધો ઈંચ, ઠાસરામાં અડધો ઈંચ અને કડાણા, વિરપુર, ખાંભામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપડવંજ, ખાનપુર, સંતરામપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કાલોલ, માંગરોળ, માલપુર, ખેડબ્રહ્મા, ફતેપુરા, સાંતેજ, સંજેલી, મેઘરજ, ઈડર, મહુધામાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

ઠંડીનો ચમકારો 
રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ