બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / union Cabinet Approves quantum mission, 6003 crore will be spent on it

વિકાસ! / ભારત વર્લ્ડના 6 મોટા દેશની હરોળમાં સામેલ ! મોદી સરકારે આપી ક્વોન્ટમ મિશનને લીલીઝંડી, આનો લાભ શું

Vaidehi

Last Updated: 07:11 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે PM મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનનાં પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. આ મિશન પર 6003 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

  • રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનને મંજૂરી આપી દેવામાં આવી
  • મિશન પર 6003 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
  • આ પગલાંથી ભારત 6 મોટા દેશોની સમકક્ષ ઊભું હશે

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનને મંજૂરી આપી છે. આ મિશન પર આવતાં 8 વર્ષોમાં આશરે 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને જિતેન્દ્ર સિંહે આ વિષયે જાણકારી આપી હતી. ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં ક્વોન્ટમ મિશનનાં પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. 

ક્વોન્ટમ મિશન પર 6003 કરોડ રૂપિયાનો ખર્ચ 
માહિતી અને પ્રસારણ મંત્રીએ જણાવ્યું કે આ રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન પર 6003 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેનો સમય વર્ષ 2023-24થી 2030-31 સુધીનો રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે છેલ્લાં 9 વર્ષોમાં પીએમ મોદીની નેતૃત્વવાળી સરકારે અનેક ક્રાંતિકારી કાર્યો કર્યાં છે અને આ મિશન એ દિશઆમાં એક મોટું પગલું છે. 

રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન:

  • આ મિશનનું લક્ષ્ય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન અને વિકાસને આગળ વધારવું અને ક્વોન્ટમ ટેકનોલોજી આધારિત આર્થિક વિકાસને વેગ આપવાનું છે.
  • આ મિશન સચોટ સમય, સંચાર અને નેવિગેશન માટે પરમાણુ પ્રણાલીઓમાં ઉચ્ચ સંવેદનશીલતા ધરાવતાં મેગ્નેટોમીટર વિકસિત કરવામાં મદદરૂપ થશે.
  • આ મિશન અંતર્ગત સુપરકંડક્ટિંગ અને ફોટોનિક ટેકનોલોજી જેવા વિવિધ પ્લેટફોર્મ પર 8 વર્ષોમાં 50થી 1000 ભૌતિક ક્યૂબિટની ક્ષમતા ધરાવતાં ક્વોન્ટમ કમ્પ્યૂટર વિકસિત કરવાનું લક્ષ્ય છે.
  • જિતેન્દ્રસિંહે કહ્યું કે આજે ભારત સૂચના પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં સૌથી મોટા પક્ષકારોમાં શામેલ છે જ્યાં ક્વોન્ટમ સંબંધિત માહિતીનું સંવર્ધન કરવામાં આવે છે.
  • જિતેન્દ્ર સિંહે કહ્યું કે આ મિશન અંતર્ગત માહિતી મેળવવાની સ્પીડ વધશે  અને વધુ વિશ્વસનીય બનાવવામાં આવશે.
  • આ પગલાંથી ભારત એવા 6 દેશોની સમકક્ષ ઊભું હશે જેમની પાસે આ પ્રકારની ક્ષમતા છે. આ દેશોમાં અમેરિકા, કેનેડા, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ અને ચીન શામેલ છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ