બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / unhealthy foods that can lead to cancer heart disease cholesterol diabetes and obesity

Lifestyle / WHOએ કહ્યું પિઝ્ઝા, વેફર્સ સહિત આ 10 વસ્તુઓ છે ઝેર સમાન: કેન્સર, ડાયાબિટીઝથી લઈને અનેક બિમારીઓનો ખતરો

Manisha Jogi

Last Updated: 02:00 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જરૂરી છે. ફાસ્ટ ફૂડ, જંક ફૂડનું સેવન કરવાથી શરીર ધીમે ધીમે નબળુ પડવા લાગે છે. જેના કારણે મેદસ્વીતા, કુપોષણ, ત્વચા અને વાળને નુકસાન જેવી ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે.

  • હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જરૂરી
  • ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી શરીર નબળુ પડવા લાગે છે
  • મેદસ્વીતા તથા ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે

હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જરૂરી છે. સ્વાદના ચક્કરમાં લોકો એવી ડાયટનું સેવન કરે છે, જેના કારણે લોકોએ લાંબી ઉંમરે ગંભીર હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. ફાસ્ટ ફૂડ, જંક ફૂડનું સેવન કરવાથી શરીર ધીમે ધીમે નબળુ પડવા લાગે છે. જેના કારણે મેદસ્વીતા, કુપોષણ, ત્વચા અને વાળને નુકસાન જેવી ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે. WHO  એવા ફૂડ વિશે જણાવ્યું છે, જેના કારણે શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. 

આ ફૂડના કારણે હેલ્થને થઈ શકે છે નુકસાન
ફ્રાઈડ ફૂડ

ફ્રાઈડ ફૂડમાં વધુ પ્રમાણમાં ફેટ અને કેલરી હોય છે, તેથી તેનું સેવન ના કરવું જોઈએ. નિયમિતરૂપે આ વસ્તુઓનું સેવન કરવાને કારણે હાર્ટ હેલ્થ અને મેદસ્વીતાનું જોખમ રહે છે. ફ્રાઈડ ફૂડ જે પ્રકારે તેલમાં બનાવવામાં આવે છે, તેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. 

બટાકાની વેફર
લગભગ તમામ લોકોને આલુ ચિપ્સ પસંદ હોય છે. જે શરીરમાં ઝેરનું કામ કરે છે. આલુ ચિપ્સમાં ફેટ અને સોડિયમની માત્રા વધુ હોય છે, જેના કારણે મેદસ્વીતા, હાઈ બીપી, કેન્સર અને કોલસ્ટ્રોલનું જોખમ રહે છે. 

શુગર
લગભગ મોટાભાગના ફૂડમાં ખાદ્ય પદાર્થ અને શુગર હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ જોખમી છે. શુગરમાં બિલ્કુલ પોષણ હોતું નથી, જેના કારણે મેદસ્વીતા અને ડાયાબિટીસની બિમારી થવાનું જોખમ રહે છે. 

પ્રોસેસ્ડ ઓઈલ
પ્રોસેસ્ડ ઓઈલનું સેવન ના કરવું જોઈએ. સોયાબીન, કેનોલા, મકાઈ જેવા પ્રોસેસ્ડ ઓઈસ હેલ્થ માટે હાનિકારક માનવામાં આવે છે. આ ફૂડને વધુ તાપમાન પર ગરમ કરવામાં આવે છે, જેના કારણે તેલ ઓક્સીકરણ થઈ જાય છે. 

સફેદ બ્રેડ, ચોખા, પાસ્તા, પેસ્ટ્રી પિત્ઝા
સફેદ બ્રેડ, ચોખા, પાસ્તા, પેસ્ટ્રી પિત્ઝામાં વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેના કારણે શરીરમાં સોજો આવી શકે છે. આ તમામ ફૂડમાં શુગર વધુ હોય છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. આ ફૂડમાં ફાઈબર ના હોવાને કારણે કબજિયાત તથા પેટની અન્ય તકલીફ થઈ શકે છે. 

બ્રેકફાસ્ટ સોસ
અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનપ્રોસેસ્ડ રેડ અને પ્રોસેસ્ડ મટનનું સેવન કરવાથી કોરોનરી આર્ટરી ડિસીઝ થવાનું જોખમ રહે છે. આ ફૂડનું વધુ સેવન કરવાથી હ્રદયરોગ થવાની સંભાવના રહે છે. 

વધુ વાંચો: શરીરના આ લક્ષણોને ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ, હોઈ શકે છે સાઇલેન્ટ હાર્ટઅટેકનો ખતરો!

પ્રોસેસ્ડ મીટ
પ્રોસેસ્ડ મીટથી બનતા હોટ ડોગ, ડેલી મીટ, પેકેજ્ડ બોલોગ્ના, બીફ જર્કી, પેપરોની તથા અન્ય વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. WHOએ પ્રોસેસ્ડ મીટને ગૃપ 1 કાર્સિનોજેન કેટેગરીમાં રાખ્યું છે, જેથી પ્રોસેસ્ડ મીટના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ