બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Unemployment turned a jeweler into a thief in Surat

સુરત / બેકારીએ યુવકને બનાવ્યો ચોર! ફ્લેટની લોનનો માસિક હપ્તો ભરવા બાઈક ચોર્યું, એક ભૂલે પથારી ફેરવી

Vishal Khamar

Last Updated: 11:11 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે માણસ પર જવાબદારીઓનું ભારણ વધી જાય છે. અને આર્થિક બોજા હેઠે દબાઈ જાય છે.. ત્યારે તે કોઈપણ રસ્તો અપનાવી શકે છે. આવું જ કાંઈક સુરતમાં સામે આવ્યું છે. જ્યાં એક રત્નકલાકાર ચોર બની ગયો.

  • બેકારીએ યુવકને બનાવ્યો ચોર!
  • ખરાબ સંગતથી રત્નકલાકાર બન્યો બેકાર 
  • બાઇક વેચવા જતા ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

 હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને આ કારણે અનેક લોકોનો પગાર ઓછો થયો છે. તો અનેક લોકો બેરોજગાર બન્યા. તેવામાં બેરોજગાર બનેલા રત્નકલાકારો હવે ચોરીના રવાડે ચડવા માંડ્યા છે. આવો જ એક રત્નકલાકાર જે પોતાનાં ફ્લેટનાં હપ્તા ન ભરી શકતા બાઈક ચોરીનાં રવાડે ચડ્યો હતો. સુરતનાં અમરોલી વિસ્તારમાંથી બાઈકની ચોરી પણ કરી. પરંતું બાઈક વેચે તે પહેલા જ તેને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. 

પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો
પરંતું ઘણા સમયથી ખરાબ સંગતના કારણે બેકાર હતો. જેથી લોનના હપ્તા ભરી શકતો ન હોવાથી પાંચેક દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલ વ્હાઈટ સ્ટોન એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાંથી બાઈક ચોરી કરી હતી. જેની નંબર પ્લેટ કાઢી વેચવા માટે તે અમરોલી વિસ્તારમાં જ ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. 

વધુ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું 5.5 કિલો સોનું જપ્ત, કેરળથી મળેલા એક ઈનપુટે શરીરમાંથી સોનું કાઢ્યું

ફ્લેટના હપ્તા ભરી શકતો ન હોવાના કારણે ચોરીના રવાડે ચડ્યો
આરોપી મનીષ હીરાને લેસર મારવાનું મજૂરી કામ કરતો હતો.  પરંતું હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો. આમ તે પોતાના ફ્લેટના હપ્તા ભરી શકતો ન હતો. જેથી તે ચોરીનાં રવાડે ચડ્યો હોવાનું પોલીસ સામે કબૂલ્યું છે. હાલ પોલીસે બેકારીના કારણે ચોર બનેલા રત્નકલાકારની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ