બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / ukraine president zelenskyy receives standing ovation in british parliament

નિવેદન / 'છેલ્લાં શ્વાસ સુધી લડીશું પણ હાર તો નહીં જ માનીએ', ઝેલેન્સ્કીના જુસ્સાને જોતા બ્રિટિશ સંસદે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

Dhruv

Last Updated: 02:06 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નીચલા ગૃહ 'હાઉસ ઓફ કોમન્સ' માં આપેલા ભાષણને લઇને બ્રિટિશ સંસદે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.

  • 'છેલ્લાં શ્વાસ સુધી લડીશું પણ હાર નહીં જ માનીએ' : ઝેલેન્સ્કી
  • 'હાઉસ ઓફ કોમન્સ' માં ઝેલેન્સ્કીએ આપ્યું જોરદાર ભાષણ
  • બ્રિટિશ સંસદે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

'અમે હાર નહીં માનીએ અને હારીશું પણ નહીં. અમે છેલ્લાં શ્વાસ સુધી લડીશું, સમુદ્રમાં, હવામાં... અમે અમારી જમીન માટે લડતા રહીશું. ભલે તેની ગમે તેવી કિંમત ચુકવવાનો વારો આવે (એટલે કે ગમે તે પરિણામ આવે) પણ અમે જંગલોમાં, ખેતરોમાં, કિનારે અને રસ્તાઓ પર લડીશું….'

હકીકતમાં, બ્રિટનના વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે નીચલા ગૃહ 'હાઉસ ઑફ કૉમન્સ' માં તે સમયે આ વાત કહી હતી કે જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1940માં બ્રિટિશ સેનાએ નાઝી જર્મન હુમલાના કારણે ફ્રાન્સમાંથી પીછેહટ કરવાની ફરજ પડી હતી. ચર્ચિલના પ્રભાવશાળી ભાષણ બાદ જે બન્યું તે ઇતિહાસ છે.

ત્યારે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ પણ નીચલા ગૃહ 'હાઉસ ઓફ કોમન્સ' માં ચર્ચિલના ભાષણની આ પંક્તિઓનું પુનરાવર્તન કરતા કહ્યું કે, તેઓ છેલ્લાં શ્વાસ સુધી લડશે, તેઓ હાર નહીં માને. તેમના આ ઐતિહાસિક ભાષણ બાદ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. એ સમયે બ્રિટિશ સંસદ યુક્રેનના રાષ્ટ્રપતિને સ્ટેન્ડિંગ ઓવેશન આપતી જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, ઝેલેન્સ્કી યુક્રેનમાં રશિયાના યુદ્ધને રોકવા માટે શક્ય એટલાં તમામ પ્રયાસો કરી રહ્યાં છે.

કૃપા કરીને રશિયાને આતંકવાદી દેશ તરીકે જાહેર કરો : ઝેલેન્સ્કી

મંગળવારના રોજ બ્રિટિશ સંસદમાં તેમના ભાષણ દરમિયાન ચર્ચિલના પ્રખ્યાત ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, 'અમે પશ્ચિમી દેશોને મદદ કરવા માટે તમારી મદદ ઈચ્છીએ છીએ. અમે આ મદદ માટે આભારી છીએ અને બોરિસ, હું તમારો આભારી છું.'' યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'કૃપા કરીને આ દેશ (રશિયા) વિરુદ્ધ પ્રતિબંધો વધારશો અને આ દેશને આતંકવાદી દેશ તરીકે જાહેર કરો. કૃપા કરીને ખાતરી આપો કે, અમારા યુક્રેનનું આકાશ સુરક્ષિત રહે.'

તેમણે તેમના ભાષણમાં પ્રખ્યાત બ્રિટિશ લેખક વિલિયમ શેક્સપિયરની કેટલીક પ્રભાવશાળી પંક્તિઓનો પણ સમાવેશ કર્યો હતો. આર્મી ગ્રીન ટી-શર્ટમાં સજ્જ ઝેલેન્સ્કીએ વિલિયમ શેક્સપિયરની પંક્તિઓનું પુનરાવર્તન કરતાં કહ્યું કે, 'અમારી માટે પ્રશ્ન એ છે કે હોવું કે ન હોવું.... તો હું તમને ચોક્કસ જવાબ આપી શકું- અહીં હા જ હોવાનું છે.' તેઓએ બ્રિટનને એવી અપીલ પણ કરી છે કે, રશિયાને આતંકવાદી જાહેર કરે જેથી યુક્રેનને બચાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, રશિયા છેલ્લાં 13 દિવસથી યુક્રેનમાં સતત યુદ્ધ ચલાવી રહ્યું છે. જેમાં સેંકડો નાગરિકોના મોત થયા છે, જ્યારે રશિયા યુક્રેનના ઘણાં રાજ્યો પર કબજો જમાવી ચૂક્યું છે. યુક્રેન વિશ્વના શક્તિશાળી દેશો પાસે સતત મદદની વિનંતી કરી રહ્યું છે. યુએસના રાષ્ટ્રપતિ જો બિડેને પણ મંગળવારે જાહેરાત કરી હતી કે, યુક્રેન પર રશિયાના હુમલાના જવાબમાં તેની અર્થવ્યવસ્થાને વધુ નબળી બનાવવાના ઇરાદે યુએસ તમામ તેલની આયાત પર પ્રતિબંધો લાદશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ