ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / uk slips behind india become sixth biggest economy

GOOD NEWS / વિશ્વમાં વાગ્યો ભારતનો ડંકો: બ્રિટનને પછાડી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો દેશ

Published By: Pravin

Last Updated: 09:33 AM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે. યુરોપમાં સુસ્તીની વચ્ચે ઘરેલૂ અર્થવ્યવસ્થાનો તેજ ગ્રોથથી ભારત ટોપ 5 ઈકોનોમીમાં સામેલ થઈ ગયું છે.

ADVERTISEMENT

  • ભારત માટે સારા સમાચાર આવ્યા
  • બ્રિટેનને પછાડી ભારત પાંચમાં નંબરે આવ્યું
  • વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા

ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે. યુરોપમાં સુસ્તીની વચ્ચે ઘરેલૂ અર્થવ્યવસ્થાનો તેજ ગ્રોથથી ભારત ટોપ 5 ઈકોનોમીમાં સામેલ થઈ ગયું છે. સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતે બ્રિટેનની પછાડી દીધું છે અને બ્રિટેન હવે છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, અમેરિકી ડોલરમાં કરવામા આવેલી ગણતરી અનુસાર, ભારતે 2021ના અંતિમ ત્રિમાસિકમાં યુકેને પછાડી દીધું છે. તો વળી આઈએમએફના જીડીપી આંકડા અનુસાર, 2022ની પ્રથમ ત્રિમાસિક ભારતે લીડ કરી અને મજબૂત છે. અનુમાન અનુસાર, આ ગ્રોથની સાથે ભારત વાર્ષિક આધાર પર પણ ટૂંક સમયમાં દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. 

યુકે કરતા કેટલીય મોટી છે ભારતીય અર્થવ્યવસ્થા

આઈએમએફ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અને માર્ચ ત્રિમાસિકના અંતમાં ડોલરના એક્સચેંજ રેટના આધાર પર બ્લૂમબર્ગે જાણકારી આપી છે અને નોમિનલ કૈશમાં ભારતીય અર્થવ્યવસ્થાની સાઈઝ 854.7 અબજ ડોલર હતી, આ સમયગાળામાં આ આધાર પર યુકેની અર્થવ્યવસ્થાનો આકાર 816 અબજ ડોલર હતો. અનુમાન લગાવામા આવી રહ્યુંછ ેક ે, આવનારા સમયમાં ભારત બ્રિટિશ ઈકોનોમીની સરખામણીમાં પોતાની લીડ અને મજબૂત કરશે. હકીકતમાં ભારત માટે ગ્રોથ અનુમાન 7 ટકા રાખવામા ંઆવ્યું છે, જે દુનિયામાં તમામ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી છે. તો વળી બીજી બાજૂ યુકેની અર્થવ્યવસ્થામાં સુસ્તીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે જોતા આઈએમએફે અનુમાન લગાવ્યું છે કે, વાર્ષિક આધાર પર ડોલર મૂલ્યમાં ભારત યુકેને પછાડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 

20 વર્ષમાં 10 ગણો વધ્યો ભારતનો જીડીપી

વાર્ષિક આધાર પર ભારતની અર્થવ્યવસ્થા 3.17 લાખ કરોડ ડોલરની છે અને યુકે તેની પાછળ છે. યુકેનો જીડીપી હાલમાં 3.19 લાખ કરોડ ડોલર છે. 7 ટકાનો અનુમાનિત ગ્રોથની સાથે ભારતે આ વર્ષે યુકેને વાર્ષિક આધાર પર પણ પાછળ છોડવાની સંભાવના છે. હાલ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા છે, જે બાદ ચીન, જાપાન અને જર્મીનનું સ્થાન આવે છે. ભારતનો જીડીપી છેલ્લા 20 વર્ષમાં 10 ગણી રીતે વધ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

indian economy world economy અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતીય અર્થવ્યવસ્થા Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ