બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / UCC Uniform Civil Code many rules change as they apply, where they are currently in force

Uniform Civil Code / UCC એટલે 'યુનિફોર્મ સિવિલ કોડ': જેને લાગુ કરતા જ બદલાઇ જાય છે અનેક નિયમો, હાલ ક્યાં છે અમલમાં

Megha

Last Updated: 03:10 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના સીએમ ધામીએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે, શું છે આ યુનિફોર્મ સિવિલ કોડ? લાગુ થતાંની સાથે જ બદલાઇ જશે અનેક નિયમો..

  • સીએમ ધામીએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું 
  • ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે!
  • UCC લાગુ કરતા જ બદલાઇ જશે અનેક નિયમો

આજે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ દેહરાદૂનમાં રાજ્ય વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે. વિધાનસભામાં UCC બિલ રજૂ થતાં જ ગૃહની અંદરના ધારાસભ્યોએ વંદે માતરમ અને જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજનો દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે.

Topic | VTV Gujarati

ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે!
જણાવી દઈએ કે UCC ઓફિસમાં કમિટીના સભ્યોએ આ UCC ડ્રાફ્ટ તૈયાર કરવા માટે દિવસ-રાત કામ કર્યું છે. આ બિલને ગૃહમાં પસાર કરવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે. જો આ બિલ પસાર થઈ જશે તો ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.  

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે, દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે. યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ.

યુનિફોર્મ સિવિલ કોડ પર PM શું બોલ્યા હતા?
એક જ ઘરમાં પરિવારના સભ્યો માટે અલગ કાયદા ન હોય. જો એક ઘરમાં એક જ કાયદો હોય તો દેશ અલગ કાયદાઓથી કેમ ચાલે? બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કરી છે.  

UCC પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: GoMની કરી રચના, 4 મંત્રીઓને સોંપાઇ  મહત્વની જવાબદારી / Central Govt's big decision on UCC: Formation of GoM,  important responsibility assigned to 4 ...

યુનિફોર્મ સિવિલ કોડનો લાભ
તમામ નાગરિકોને સમાન દરજ્જો: એક બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ તરીકે, અહીં રહેતા તમામ નાગરિકો, તેમના ધર્મ, વર્ગ, જાતિ, લિંગ વગેરેને ધ્યાનમાં લીધા વિના સમાન નાગરિક અને વ્યક્તિગત કાયદાનો લાભ મળશે. 

લિંગ અસમાનતાનો અંત આવશેઃ હકીકતમાં એવું માનવામાં આવે છે કે તમામ ધર્મોના અંગત કાયદાઓમાં મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો છે. ઉત્તરાધિકારની બાબતોમાં પુરુષોને સામાન્ય રીતે અધિકાર મળે છે. યુનિફોર્મ સિવિલ કોડ સ્ત્રી અને પુરૂષ બંનેને સમાન ધોરણે લાવશે. 

યુવા વસ્તી ધર્મ અને જાતિના બંધનમાંથી મુક્ત થશેઃ દેશના યુવાનો ધાર્મિક રૂઢિપ્રથાઓ છોડીને અન્ય ધર્મના સાથીઓની સાથે જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. તેમને યુનિફોર્મ સિવિલ કોડનો સીધો ફાયદો થશે.

દેશમાં બધા માટે એક કાયદો ! ગુજરાત-ઉત્તરાખંડની યુનિફોર્મ સિવિલ કોડ પેનલને  સુપ્રીમની લીલીઝંડી I supreme court decision on UCC plea against gujarat and  uttrakhand government

UCC બાદ શું બદલશે? 
- તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે 
- પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર 
- લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી 
- લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ 
- અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે 
- એક કરતા વધારે લગ્ન પર રોક 
- પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ 
- લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત 
- સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક 
- તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ 
- મુસ્લિમ સમૂદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે 

વધુ વાંચો: લાક્ષાગૃહ ચુકાદો : પાંડવોને મારી નાખવા બનાવ્યુંતું, લાખ-મીણ-ઘી વાપર્યું, કેવી રીતે બચ્યાં પાંડવો?

દુનિયાના કયા કયા દેશોમાં લાગુ છે UCC 
દુનિયાના ઘણા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. આપના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ UCC લાગુ છે. આ બંને દેશોમાં શરિયા આધારિત સમાન કાયદો તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકોને લાગુ પડે છે.
આ સિવાય ઈઝરાયેલ, જાપાન, ફ્રાન્સ અને રશિયામાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, સમાન નાગરિક અથવા ફોજદારી કાયદાઓ પણ લાગુ પડે છે. 
યુરોપિયન દેશો અને અમેરિકામાં બિનસાંપ્રદાયિક કાયદા છે, જે તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે. 
વિશ્વના મોટાભાગના ઇસ્લામિક દેશોમાં, શરિયા પર આધારિત એક સમાન કાયદો છે, જે ત્યાં રહેતા તમામ ધર્મોના લોકોને સમાન રીતે લાગુ પડે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ