બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / U-19 Asia Cup: Indian team suffered a humiliating defeat against Pakistan in the U-19 Asia Cup match played in Dubai on Sunday.

U-19 Asia Cup / IND vs PAK: પાકિસ્તાન સામે ટીમ ભારતની કારમી હાર, U-19 એશિયા કપમાં 8 વિકેટે હરાવ્યું

Pravin Joshi

Last Updated: 07:30 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમને રવિવારે દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની મેચમાં પાકિસ્તાન સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવ્યા, જે બાદ પાકિસ્તાને 47 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો.

  • અંડર -19 એશિયા કપની મેચમાં ભારતની શરમજનક હાર
  • પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું હતું
  • ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવ્યા હતા
  • પાકિસ્તાને 47 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કર્યો

ભારતીય ટીમને રવિવારે દુબઈમાં રમાયેલી અંડર -19 એશિયા કપની મેચમાં પાકિસ્તાન સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવ્યા હતા, જે બાદ પાકિસ્તાને 47 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાનની આ જીતમાં અઝાન ઔવેસે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી.

 

ભારતીય બોલરો અઝાન સામે લાચાર 

ભારતીય બોલરો અઝાન સામે લાચાર દેખાતા હતા. અજાન 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને ક્રિઝ પર સ્થિર થતો જણાતો હતો. તેણે 130 બોલમાં 105 રનની અણનમ ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય ઓપનર શાહજાબ ખાને 63 રનનું યોગદાન આપ્યું હતું. અઝાન અને શાહઝાબે બીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન સાદ બેગ 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 51 બોલમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સાદ અને અઝાને મળીને 125 રનની અણનમ ભાગીદારી કરી હતી.

ભારતે 7 બોલરોને અજમાવ્યા હતા

આ મેચમાં ભારતીય બોલરોએ નિરાશ કર્યા હતા. માત્ર મુરુગન અભિષેક 2 વિકેટ લઈ શક્યો હતો. ભારતના 7 બોલરોએ બોલિંગ કરી, પરંતુ કંઈ ખાસ કમાલ કરી શક્યા નહીં. મુશીર ખાને 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. જ્યારે નમન તિવારીએ 8 ઓવરમાં 49 રન આપ્યા હતા. રાજ લિંબાણીએ 10 ઓવર નાખી અને 44 રન આપ્યા. તે એકપણ વિકેટ મેળવી શક્યો નહોતો.

આદર્શ સિંહ, કેપ્ટન ઉદય સહારન અને સચિન દાસે બેટથી પોતાની તાકાત બતાવી

આ પહેલા ભારત માટે 18 વર્ષીય ઓપનર આદર્શ સિંહ, કેપ્ટન ઉદય સહારન અને સચિન દાસે બેટથી પોતાની તાકાત બતાવી હતી. આદર્શે તેની 81 બોલની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 62 રન ઉમેર્યા. આદર્શે કેપ્ટન ઉદય સહારન (60) સાથે ત્રીજી વિકેટ માટે 93 રન જોડ્યા. ઉદયે 98 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગાની મદદથી 60 રન ઉમેર્યા. ત્યારબાદ 7મા નંબરે આવેલા સચિન દાસે ઝડપથી રન બનાવ્યા અને 58 રનનું યોગદાન આપ્યું. સચિને ટીમ માટે સૌથી વધુ સિક્સ પણ ફટકારી હતી. સચિન દાસે 42 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ માટે માત્ર 5 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. મોહમ્મદ ઝીશાને પાકિસ્તાન માટે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 10 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ