બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Two thieves who came to steal in Umargam were killed by the contractor's men

હુમલો / ઉમરગામમા ચોરી કરવા આવેલા બે ચોરને કોન્ટ્રાકટરના માણસોએ માર્યો ઢોર માર, એક નુ મોત એક ગંભીર

Vishal Khamar

Last Updated: 08:41 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડનાં ઉમરગામનાં તુંબ ગામમાં હત્યાનો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરી કરવા આવેલ 2 ચોર પૈકી એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે.

  • વલસાડના ઉમરગામના તુંબ ગામમાં હત્યાનોનો મામલો
  • ચોરી કરવા આવેલ 2 ચોર પૈકી એકનું મોત અને 1 ગંભીર ઘાયલ
  • રેલ્વે લાઈન પાસેના કોપરની ચોરી કરવા આવેલ ઈસમોને મરાયો ઢોરમાર

વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકામાં ગઈકાલ મોડી રાત્રે એક હત્યાનો બનાવ બહાર આવતાં જ સનસની મચી જવા પામી હતી. રાતના  અંધકાર માં એક ઈસમની હત્યા થઈ ગઈ તો અન્ય એક ઈસમ પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ હુમલામાં બચી ગયેલ લક્ષ્મણ માછી નામના ઈસમે અજાણ્યા ઈસમો એ તેના પર લૂંટ ના ઇરાદે હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે વલસાડ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે ચોંકાવનારા ખુલાસા થયા છે.

ઝાકીર શેખ ની કોઈ અજાણ્યા લોકોએ હત્યા કરી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં આવેલ ધીમસા કાકરીયા વિસ્તારમાં મોડી રાત્રે એક હત્યાનો બનાવ બન્યો હતો. સાથે એક વ્યક્તિ પર લૂંટનો પણ બનાવ બન્યો હતો . એક સાથે એક જ રાતમાં બે બનાવ બનતા ઉમરગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું કે ઉમરગામના સંજાણ રોડ પર રહેતા ઝાકીર શેખની કોઈ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. તો ભંગારનો ધંધો કરતો ઝાકીરના ગોડાઉનને પણ કોઈ અજાણ્યા ઈસમોએ આગ લગાવી હતી. તેમજ લક્ષ્મણ માછી નામના વ્યક્તિ હીચકારો હુમલો કરી તેની સાથે લૂંટ કરવામાં આવેલી હતી. 

અચાનક કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ હીચકારો હુમલો કર્યો
વલસાડ સિવિલ હોસ્પિટલના બીછાને રહેલો લક્ષ્મણ પોતાને નિર્દોષ ગણાવી રહ્યો હતો. પરંતુ જ્યારે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે બહાર આવ્યું છે કે લક્ષ્મણ અને તેનો શેઠ ઝાકીર શેખ મધરાતે ચોરી કરવા નીકળ્યા હતા. ઉમરગામ પંથકમાં રેલવે નું કામ ચાલી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી રેલવેમાં વપરાતા કોપર ચોરીની ઘટનામાં ભારે ઉછાળો આવ્યો હતો. જેને લઇને કોન્ટ્રાક્ટર સુધાકર ભારે ગુસ્સામાં હતો અને તેણે આ ચોરી કોણ કરી રહ્યું છે તે જાણવા માટે માણસો ગોઠવેલા હતા. ત્યારે મધરાતે લક્ષમણ અને જાહેર શેખ ઝાકીર શેખ કોપરની ચોરી કરવા આવ્યા હતા. ત્યારે અચાનક જ કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ આ બંને ઈસમો ઉપર હીચકારો હુમલો કર્યો હતો .જે કોપરના વાયરોની ચોરી કરવા આવ્યા હતા તે જ કોપરના વાયરો વડે આ બંને ઈસમો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં લક્ષ્મણનો જીવ બચી ગયો છે અને જાહેર શેખ જહીર શેખ નું મોત થયું છે.

ભૂતકાળમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે
વલસાડ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ઘણા લાંબા સમયથી વલસાડ જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટરના કોપર વાયર વાયરની ચોરી થતી હતી.. જેને લઈને ભૂતકાળમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે આ કિસ્સામાં કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ કાયદો હાથમાં લીધો છે. ઝાકીર શેખ અને લક્ષ્મણ  માછીને ઢોર મારવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં તપાસ કરવા આવેલા કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોએ ગુસ્સામાં આવીને ઝાકીર શેખના ગોડાઉનમાં આગ ચંપી કરી હતી. હાલે ઉમરગામ પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર સુધાકર પર હત્યા અને રાયોટિકનો ગુનો દાખલ કર્યો છે.

ઘટના સમગ્ર જીલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની

સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કેસમાં અનેક અફવાઓ ઉઠી હતી. નિર્દોષ લક્ષ્મણ સાથે લૂંટની ઘટના બની હોય તેવી  પ્રાથમિક વાતના કારણે આફવાનું બજાર ખૂબ ગરમ થઇ ગયું હતું. જો કે પોલીસ તપાસમાં સમગ્ર ખુલાસો થઈ ગયો છે જે ઈસમ ઝાકીર શેખ અને લક્ષ્મણ પણ હુમલો કરવામાં આવ્યો હતો એ બંને ચોરીના ઇરાદે જ આવ્યા હતા અને ચોરી કરતા રંગે હાથો ઝડપાતાં ઉશ્કેરાયેલા કોન્ટ્રાક્ટરના માણસોએ લક્ષ્મણને ઢોર માર્યો અને જાહેર શેખનું ઢીમ ઢાળી દીધું છે. ઉમરગામ પોલીસે આ મામલે પાંચ લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને મુખ્ય આરોપી કોન્ટ્રાક્ટર સુધાકર ઝડપાય તો ત્યારે બીજા ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે. પ્રાથમિક રીતે તો કોન્ટ્રાક્ટર સુધા કરે કાયદો હાથમાં લેતા આગામી દિવસોમાં તેને જેલની હવા ખાવી પડશે. આમ એક ગુસ્સામાં સમગ્ર મોટી ઘટના બની હતી અને ગુસ્સાના કારણે અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ