બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટ પહેલા ભારતને બે ઝટકા, એક ખેલાડીનું ઓપરેશન, બીજો ભારત પરત ફર્યો

સ્પોર્ટસ / ટેસ્ટ પહેલા ભારતને બે ઝટકા, એક ખેલાડીનું ઓપરેશન, બીજો ભારત પરત ફર્યો

Last Updated: 10:35 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો એક સ્ટાર ખેલાડી ઈંગ્લેન્ડથી પાછો ફર્યો છે. આ ખેલાડીએ ટીમની અંદરની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભારત પાછા ફરવાની માહિતી આપી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ પહેલી મેચ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે રમાશે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના એક યુવા સ્ટાર ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. ખરેખર, આ ખેલાડી ઇંગ્લેન્ડ છોડીને ગયો છે. આ ખેલાડીએ તાજેતરમાં જ ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીધ રમતા જોવા મળશે નહીં.

વધુ વાંચો: જસપ્રીત બુમરાહે પોતે જ કેપ્ટન બનવાનો કર્યો ઇન્કાર, જાણો કેમ BCCI ને ઘસીને ના પાડી દીધી

આ સ્ટાર ખેલાડી ઇંગ્લેન્ડથી પાછો ફર્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ છોડીને ચાલ્યા ગયા છે. તેમણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેમણે ઈંગ્લેન્ડથી ભારત પાછા ફરવાની માહિતી આપી છે. સ્ટોરીમાં સરફરાઝ પોતાના પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સાથે જોવા મળે છે, જે દર્શાવે છે કે તે મુંબઈ જવા રવાના થઈ ગયો છે. આ દરમિયાન, ઈંગ્લેન્ડમાં પોતાના અનુભવને યાદ કરતા તેમણે લખ્યું, થેક્યૂ UK, You were amazing,

SARFARAJ KHAN

ભારતીય કેપ્ટન ઇંગ્લેન્ડમાં સર્જરી કરાવશે

ભારતીય ટી20 ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયાની સમસ્યાની સારવાર માટે લંડન ગયા છે. આ ઈજાને કારણે, તે આગામી ભારત-બાંગ્લાદેશ ટી20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. તેને ઇંગ્લેન્ડમાં સર્જરી કરાવવી પડશે, અને તે પછી તેને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા બે મહિના લાગી શકે છે.

પહેલાં સર્જરી થઈ હતી

સૂર્યકુમારને પહેલા પણ ઇજાઓનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન, તેને પગની ઘૂંટીમાં ઇજા અને સ્પોર્ટ્સ હર્નિયાનો સામનો કરવો પડ્યો હતો, જેના માટે તેણે જર્મનીમાં સર્જરી કરાવી હતી. તેની મહેનત અને જુસ્સાએ તેને દર વખતે મજબૂત રીતે પાછા ફરવામાં મદદ કરી છે, અને ચાહકોને આશા છે કે આ વખતે પણ તે ઝડપથી સ્વસ્થ થઈને મેદાનમાં પાછો ફરશે. તમને જણાવી દઈએ કે, ભારતે આવતા વર્ષે T20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયા માટે સૂર્યકુમારની ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sarfaraz Khan returned to India Sarfaraz Khan news india vs England
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ