બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Two brothers created terror in Amraiwadi

તોડફોડ / ભાજીપાંઉ ખરાબ હતા’ કહી અમરાઈવાડીમાં બે ભાઇઓએ આતંક મચાવ્યો, રૂપિયા પરત માંગતા મામલો બિચક્યો

Vishal Khamar

Last Updated: 06:58 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરાઈવાડી વિસ્તારમાં ભાજીપાંઉની લારી પર ભાજીપાંઉ ખરાબ હતી. તેમ કહી બંને ભાઈઓએ વેપારીને માર મારી લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. તેમજ લારીમાં તોડફોડ પણ કરી હતી.

  • ‘ભાજીપાંઉ ખરાબ હતા’ કહી બે ભાઈએ લૂંટ ચલાવી
  • બંને યુવકે ભાજીપાંઉની લારી પર તોડફોડ કરી આતંક મચાવ્યો
  • બે ભાઇઓ વિરુદ્ધ લૂંટ તેમજ મારામારીની ફરિયાદ

‘ભાજીપાંઉ ખરાબ હતા’ તેમ કહી બે ભાઇઓએ ભાજીપાંઉની લારી ચલાવતા યુવક અને કારીગરને માર મારી પાંચ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ક્વોલિટી ખરાબ હોવાનું કહી હુમલાખોર યુવકે ૧૦૦ રૂપિયા પરત માગ્યા હતા. ભાજીપાંઉની લારીના મા‌િલકે રૂપિયા પરત આપવાની જગ્યાએ બીજા ભાજીપાંઉ બનાવી આપવાનું કહેતાં મામલો બીચક્યો હતો. યુવકે તેના ભાઇને બોલાવી દીધો હતો. ત્યાર બાદ ભાજીપાંઉની લારીમાં તોડફોડ કરી દીધી હતી. 

લૂંટ તેમજ મારામારીની ફરિયાદ કરી
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શુક્લા મંગલદાસની ચાલીમાં રહેતા અને ભાજીપાંઉ તથા ચાઇનીઝની લારી દ્વારા પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા વિનોદ ગુપ્તાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વિકાસ ઉર્ફે વિક્કી અગ્રવાલ તેમજ તેના ભાઇ શિવમ અગ્રવાલ (બંને રહે. સંજયનગર, અમરાઇવાડી) વિરુદ્ધ લૂંટ તેમજ મારામારીની ફરિયાદ કરી છે. 

બંને ભાઈઓએ પૈસા આપવાની ના પાડી બીજી ભાજીપાઉં બનાવવા કહ્યું હતુંઃ વેપારી
શનિવારના દિવસે વિનોદ ધંધા પર હાજર હતો ત્યારે રાતના દસેક વાગ્યાની આસપાસ વિકાસ ઉર્ફે વિક્કી ભાજીપાંઉ લેવા માટે આવ્યો હતો. વિનોદે ભાજીપાંઉ પાર્સલ કરી આપતાં વિકાસ ત્યાંથી ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે એટલે કે ગઇ કાલે વિકાસ ફરી વિનોદની લારી પર આવીને કહેવા લાગ્યો હતો કે ગઇ કાલે હું જે ભાજીપાંઉ લઇ ગયો હતો તે ખરાબ નીકળ્યા હતા, જેથી તું મને મારા ૧૦૦ રૂપિયા પરત આપી દે. આથી વિનોદે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો અને ૧૦૦ રૂપિયા પરત આપવાની જગ્યાએ બીજા ભાજીપાંઉ બનાવી આપવાનું કહ્યું હતું. 

વેપારી તેમજ કારીગરને માર માર્યો હતો
ત્યાર બાદ વિકાસ ભાજીપાંઉ લેવાની ના પાડીને વિનોદને ગાળો બોલી માર મારવા લાગ્યો હતો. દરમિયાન વિનોદનો કારીગર તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. વિકાસે તેના ભાઈ શિવમને ફોન કરી બોલાવી લીધો હતો, જેથી તે છરી લઇને આવ્યો હતો. વિકાસ અને શિવમે ભેગા મળી વિનોદના કારીગરને માર માર્યો હતો તેમજ વિનોદ ઉપર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને ભાઇઓએ લારીમાં રહેલા પાંચ હજાર રૂપિયા લૂંટી લીધા હતા અને લારી ઊંધી પાડી દીધી હતી. શિવમે છરી મારવાની કોશિશ કરી, પરંતુ તે બચી ગયો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા, જેથી વિકાસ અને શિવમ નાસી ગયા હતા. વિનોદે આ મામલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં બે ભાઇઓ વિરુદ્ધ લૂંટ તેમજ મારામારીની ફરિયાદ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ