બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Twitter reinstates blue ticks for some media, celebrities

પલટુબાજ મસ્ક / ધંધો જશે જાણીને ઈલોન મસ્કે મારી દીધી મોટી પલટી, આવા લોકોને પૈસા વગર પાછા આપ્યાં બ્લૂ ટીક, જાણો કોણ

Hiralal

Last Updated: 03:09 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરના માલિક ઈલોન મસ્કે રવિવારે 1 મિલિયન (10 લાખ) ફોલોઅર ધરાવતાં લોકોને પૈસા વગર બ્લૂ ટીક પાછા આપવાનું એલાન કર્યું છે.

  • ટ્વિટરના માલિક ઈલોન મસ્કે એક મોટી પલટી મારી 
  • 1 મિલિયનથી વધુ ફોલોઅરવાળાને પાછા આવ્યાં બ્લૂ ટીક
  • અગાઉ પાછા ખેંચી લીધાં હતા
  • બ્લૂ ટીક માટે પૈસા લેવાની કરી હતી વાત 

બોલીવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાનો જાદુ પાથરી રહેલી પ્રિયંકા ચોપરા તાજેતરમાં ટ્વીટર પર ગાયબ થઇ ગઇ હતી, કારણ કે ટ્વીટરની પેઈડ બ્લૂ ટીક સર્વિસ શરુ કરી હતી, આમાં બ્લૂ ટીક માટે પૈસા ચુકવવાના થતા હતા. પરંતુ હવે પ્રિયંકાની બ્લૂ ટીક પાછી આવી છે. 
શાહરુખ ખાન, સલમાન ખાન વગેરેની બ્લૂ ટિક પણ પાછી ફરી ચૂકી છે.

'હું ફરી પ્રિયંકા બની', આવું પ્રિયંકાએ લખ્યું 
અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ ટ્વિટર પર પરત ફરી છે, પરંતુ લાગે છે કે તેણે આ માટે ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન લીધું નથી અને આ વાત પ્રિયંકાના ટ્વીટમાં જોવા મળે છે. પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'વાહ... મને ખબર નથી પણ મારી બ્લૂ ટિક પાછી આવી. હું ફરી પ્રિયંકા બની. પ્રિયંકાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યું છે. પ્રિયંકાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા યુઝર્સ ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક તરફ પ્રિયંકાને અભિનંદન આપતી વખતે બીજી તરફ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે ટ્વિટર બ્લૂ પર સબસ્ક્રાઈબ કર્યા વગર તેની બ્લુ ટિક કેવી રીતે પાછી આવી. સાથે જ કેટલાકે કમેન્ટમાં લખ્યું છે કે પ્રિયંકાએ ટ્વિટર બ્લૂ લીધું છે, પરંતુ બતાવી રહી નથી.

10 લાખ ફોલોઅર ધરાવતા લોકોને પાછા મળ્યાં બ્લૂ ટીક 
ટ્વિટરના માલિક ઈલોન મસ્કે રવિવારે એલાન કર્યું કે જે લોકો ઓછામાં ઓછા 10 લાખ ફોલોઅર ધરાવે છે તેમને પૈસા વગર બ્લૂ ટીક પાછા આપવામાં આવશે અને આ જાહેરાત ઘણી સેલિબ્રેટીના બ્લૂ ટીક પાછા પણ આવી ગયાં હતા. મસ્કે દેખીતી રીતે જ સૌથી વધુ ફોલોઅર કાઉન્ટ ધરાવતા એકાઉન્ટ્સ માટે બ્લૂ ટીક પાછા આપ્યાં છે. ટ્વિટર પરના કેટલાક મોટા નામોએ તેમની બ્લુ ટિક ગુમાવી દીધી હતી. મસ્કે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તે એનબીએ સ્ટાર લેબ્રોન જેમ્સ, કેનેડિયન અભિનેતા વિલમ શટનર અને લેખક સ્ટીફન કિંગના બ્લુ ટિક માટે વ્યક્તિગત રૂપે ચૂકવણી કરી રહ્યો છે. 

કોને કોને પાછા મળ્યાં બ્લૂ ટીક 
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટ્વિટર બ્લુ માટે ચૂકવણી ન કરવા છતાં, તેમના હેન્ડલ માટે બ્લુ ટિક ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. પત્રકાર રાણા અયુબે પણ કહ્યું હતું કે તેનું વેરિફાઇડ સ્ટેટસ પાછું આવી ગયું છે, અને તેણે ટ્વિટર બ્લૂને સબસ્ક્રાઇબ કર્યું નથી.યુ.એસ.ના લેખકો કારા સ્વિશર અને સ્ટીફન કિંગ એવા લોકોમાં સામેલ છે જેમને પૈસા ચુકવ્યાં વગર બ્લૂ ટીક પાછા મળ્યાં છે.  

કોના કોના હટાવાયા હતા બ્લૂ ટીક 
વિશ્વભરની કેટલીક હસ્તીઓ ફરી વાર તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફરી વાર બ્લૂ ટીક જોઈ રહ્યાં છે તેમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, ક્રિકેટર વિરાટ કોહલી, સચિન તેંડુલકર, કોમેડિયન વીર દાસ, નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઇ, અને એક સમયે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ તમામ એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટી ગઈ હતી પરંતુ હવે ફરી વાર આવી ગઈ છે. 

8 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી બ્લૂ ટીક
ટ્વિટર બ્લૂ ટીક સેવા ભારતમાં 8 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, અને તે વેબ પર 650 રૂપિયા અને મોબાઇલ ઉપકરણો પર 900 રૂપિયાની માસિક ફીમાં ઉપલબ્ધ છે. આ વેબ પર દર વર્ષે 7,800 રૂપિયા અને મોબાઇલ ઉપકરણો પર વાર્ષિક 10,800 રૂપિયા થાય છે. જો કે, ટ્વિટર વપરાશકર્તાઓ 12% ના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે અને દર વર્ષે 9,400 રૂપિયામાં સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ