બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Turkey Coal Mine Blast Explosion in coal mine death toll rises to 40

BIG NEWS / કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ બાદ લાગી આગ, 40થી વધારે શ્રમિકોના મોત: તુર્કીમાં મોટી દુર્ઘટના

Published By: Parth

Last Updated: 07:26 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીમાં શનિવારે ભીષણ દુર્ઘટના થઈ જેમાં એક કોલસાની ખાણમાં અમુક કારણોસર જોરદાર ધમાકો થયો જેમાં 40 લોકોના મોત થઈ ગયા.

  • તુર્કીમાં મોટી દુર્ઘટના: 40થી વધુ લોકોના મોત 
  • કોલસાની ખાણમાં બ્લાસ્ટ બાદ લાગી હતી આગ 

કહેવાય છે કે મોત ક્યારે આવે તે નક્કી ન હોય! પણ જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ અકસ્માતમાં થાય ત્યારે સૌ કોઈને દર્દ થાય છે, તુર્કીમાં એક મોટી દુર્ઘટનાની જાણકારી સામે આવી રહી છે જેમાં 40થી વધારે શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

શું છે સમગ્ર ઘટના? 
તુર્કીમાં શનિવારે ભીષણ દુર્ઘટના થઈ જેમાં એક કોલસાની ખાણમાં અમુક કારણોસર જોરદાર ધમાકો થયો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. જે સમયે આ ધમાકો થયો હતો તે સમયે ત્યાં 100થી વધારે શ્રમિકો હાજર હતા. દુર્ઘટના બાદ શ્રમિકોના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાના પ્રિયજનની શોધખોળ શરૂ કરી દીધી હતી. ગૃહમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે 40થી વધુ શ્રમિકોના મોત થયા છે જ્યારે 11થી વધારે હજુ પણ ગંભીરરૂપે ઈજગગ્રસ્ત છે, આ ઘટનામાં 58 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 

હજુ આગ ઠરી નથી 
ખાસ વાત એ છે કે ખાણની આગ હજુ પણ ઠરી નથી અને એવામાં એક શ્રમિક વિષે કોઈ જાણકારી પણ મળી શકી નથી. જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન તેજીથી ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ફસાયેલા શ્રમિકોની સંખ્યા વધારે પણ હોઇ શકે છે. 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર તુર્કીના રાષ્ટ્રપતિ ઘટનાસ્થળની મુલાકાત કરવા આવી શકે છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટ જ્વલનશીલ ગેસના કારણે થયો હતો. 

નોંધનીય છે કે આ દેશમાં વર્ષ 2014માં સોમા શહેરમાં એક કોલસા ખાણમાં આગ લાગી હતી જેમાં 301 લોકોના મૃત્યુ થયા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Turkey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ