બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Trent Boult became the first bowler of New Zealand to hit 50 wickets in World Cup

ક્રિકેટ / વર્લ્ડ કપમાં ખરા ટાણે ટ્રેન્ટ બોલ્ટનો બે મહારેકોર્ડ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ વધાર્યો દબદબો, ન્યૂઝીલેન્ડ ફરી ફોર્મમાં

Vaidehi

Last Updated: 06:29 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડનાં સ્ટાર બોલર ટ્રેંટ બોલ્ટે વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો. શ્રીલંકાની સામે ચાલી રહેલી મેચમાં ટ્રેંટ વર્લ્ડકપમાં 50 વિકેટનો રેકોર્ડ બનાવનારાં ન્યૂઝીલેન્ડનાં પહેલા બોલર બની ગયાં છે.

  • ન્યૂઝીલેન્ડનાં સ્ટાર બોલર ટ્રેંટે બનાવ્યો રેકોર્ડ
  • શ્રીલંકાની સામે ચાલી રહેલી મેચમાં રચ્યો ઈતિહાસ
  • વર્લ્ડકપમાં 50 વિકેટ લેનારા ન્યૂઝીલેન્ડનાં પહેલા બોલર બન્યાં

ન્યૂઝીલેન્ડનાં સ્ટાર ખેલાડી ટ્રેંટ બોલ્ટે વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકાની સામે ગુરુવારે બેંગલૂરુનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે વનડે વર્લ્ડકપનાં ઈતિહાસમાં 50 વિકેટ પૂર્ણ કરનારા ન્યૂઝીલેન્ડનાં પહેલા ફાસ્ટ બોલરનો રેકોર્ડ બનાવ્યો છે. ટ્રેંટ આ સાથે જ વર્લ્ડ ક્રિકેટનાં દિગ્ગજ બોલર્સની લિસ્ટમાં સામેલ થઈ ગયાં છે. 

ઈતિહાસ રચ્યો
શ્રીલંકાની સામે મેચ દરમિયાન ફાસ્ટ બોલર ટ્રેંટે કુસલ મેંડિસને આઉટ કરતાની સાથે જ આ મહારેકોર્ડ બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડનાં આ ખેલાડી વર્લ્ડકપ ઈતિહાસમાં 50 વિકેટ લેનારા છઠ્ઠાં અને ન્યૂઝીલેન્ડનાં પહેલા બોલર બની ગયાં છે.

છ દિગ્ગજ બોલર્સની લિસ્ટ
1.
ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) - 71
2. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 68
3. મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) - 59
4. લસિથ મલિંગા (શ્રીલંકા) - 56
5. વસીમ અકરમ (પાકિસ્તાન) - 55
6. ટ્રેંટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ) - 52  

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 600 વિકેટ પૂર્ણ કર્યાં
ન્યૂઝીલેન્ડનાં આ સ્ટાર ખેલાડીએ ઈંટરનેશનલ ક્રિકેટમાં પોતાનાં 600 વિકેટ પૂર્ણ કર્યાનો રેકોર્ડ બનાવ્યો છે. ઈંટરનેશનલ ક્રિકેટમાં 600 વિકેટ પૂર્ણ કરનારા ટ્રેંટ ન્યૂઝીલેન્ડનાં ત્રીજા બોલર બન્યાં છે. તેમની પહેલાં ડેનિયલ વિટોરી અને ટીમ સાઉદીએ આ રેકોર્ડ બનાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ